ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી દ્વારા દિકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા પ્રાથમિક શિક્ષણ વેગવતુ બનાવા માટે પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમા ઉજવામાં આવે છે.જેમા બાળકોને શૈક્ષણિક પંરપરા સાથે શાળામા પ્રવેશ અપાવામા આવે છે
ગળતેશ્વર તાલુકામા આવેલી વનોડા પ્રાથમિક શાળા ખાતે RFO ઠાસરા વિજયભાઈ પટેલની ઉપસ્થિતીમાં કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી શાળાના પંટાગણમાં કરવામાં આવી હતી.શાળાની બાળાઓએ ઉપસ્થિત મહેમાનોનું કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામા આવ્યુ હતુ.ત્યારબાદ દીપ પ્રાગ્ટય કરી ઉપસ્થિત મહાનુભાવોનુ પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામા આવ્યુ હતુ.આ પ્રવેશોત્સવમાં આંગણવાડીમાં 7 બાલવાટીકામાં 15 અને ધોરણ 1માં 20 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો.જેથી આ બાળકોને શૈક્ષણિક કિટ આપી કુમકુમ તિલક કરીને પ્રવેશ આપવામા આવ્યો હતો.ત્યારે દિપકભાઇ ચૌહાણે 15 સ્કુલબેગ, જીતુભાઇ સોનીએ વોટર કુલર અને વિવાન વી.પટેલ દ્વારા 1001 રુપિયાનું ઇનામ બાળકોને બાળકોને આપ્યું હતું.
સી.આર.સી કો-ઓર્ડીનેટર ફરજાનાબેને જણાવ્યું હતું કે વાલીઓએ નિયમિતપણે બાળકોને શાળામાં મોકલવા અને સરકારની જેટલી પણ યોજનાઓ છે તેનો લાભ અવશ્ય લેવો આ સાથે નારી સઃશક્તિ વિશે વાત કરી અને શિક્ષણમાં આગળ આવવાં વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી. ત્યારે શ્રી સરસ્વતિ વિદ્યા મંદિર હાઇસ્કૂલના શિક્ષક અનિલભાઇ પટેલે વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું હતું કે ભણતરમાં કોઇનો ભાગ નથી એટલે જેટલું ભણો તેટલું તમારા બાપનું છે, તમારી પાસેથી લોકો પૈસાની ચોરી કરી લેશે પણ શિક્ષણની નહી,એટલે જેટલું તમે ભણશો તેટલું તમે શીખશો, સરકાર અત્યારે સરકારી શાળાઓમાં શિક્ષકોને સારો એવો પગાર આપે છે, કેમકે પ્રાઇવેટ શાળાઓ કરતાં પણ સારુ શિક્ષણ સરકારી શાળાઓમાં બાળકોને મળે, જો તમે શાળાએ નિયમતિપણે આવશો ને વર્ગની સંખ્યા ભરચક રહેશે તો શિક્ષકને પણ આનંદ થશે, જેટલી મજા સંખ્યા જોઇને થાય તેનાથી વધુ મજા વિદ્યાર્થીઓને ભણવવાની શિક્ષકને થશે.તમને અભ્યાસને લગતું કે પછી અભ્યાસની બહારનું જે કંઇ ન આવડે તે તમે ત્યાં સુધી શિક્ષકને પુછતાં રહો જ્યાં સુધી કોઇ સવાલ કરે તે પહેલા તેનો જવાબ આપી દો,આમ શિક્ષણને લગતી વિદ્યાર્થીઓને અનેક માહિતી પુરી પાડતાં સૌ વિદ્યાર્થીઓ આગળ વધી તમારું નામ રોશન કરો તેવા આશિર્વચન આપ્યાં હતાં.
પ્રા.શાળાના આચાર્ય હિતેશભાઇ મિસ્ત્રીએ શાળામાં વિદ્યાર્થીઓને મળતી સુવિધા અને બાળકને અભ્યાસને લગતી કોઇપણ તકલીફ પડે તો અમને જાણ કરજો આપણી શાળામાં સરકાર તરફથી 72જેટલું સાહિત્ય બાળકોને ભણવા માટે આવ્યું છે, દરેક વર્ગોમાં સ્માર્ટ એલસીડી આપેલી છે જેથી વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે બાહ્ય જ્ઞાન પણ આપી શકાય છે.અમારા તરફથી તમારા બાળકને પુરેપુરી ચિંતા દાખવી યોગ્ય શિક્ષણ આપીશું પણ તમારે તમારા બાળકને ઘરે થોડો ઘણો અભ્યાસ કરાવવો પડશે, કેમકે અમે જેે ભણાવીશું તે ઘરે જઇને જુએ જ નહીં તો તેને ગઇકાલનું યાદ કેવી રીતે રહે માટે જેટલો ટાઇમ તમને મળે તેટલો ટાઇમ તમે તમારા બાળકને શિક્ષણ પ્રત્યે ધ્યાન દોરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં RFO ઠાસરા વિજયભાઈ પટેલ ,બીઆરસી કોઓર્ડીનેટર સંદીપભાઈ પટેલ ,સી.આર.સી કો-ઓર્ડીનેટર ફરજાનાબેન, એસએમસી અધ્યક્ષ ભારતીબેન ,તલાટી કમ મંત્રી હાઈસ્કૂલના આચાર્ય,તેમજ શાળા,હાઇસ્કૂલના શિક્ષકગણ,આંગણવાડીના કાર્યકરબેન તેમજ તેડાગરબેન,અશોકભાઇ સોની,ભીખાભાઇ પટેલ,વિનલ પટેલની સાથે ગામના વડિલો અને વિદ્યાર્થીમિત્રો હાજરી રહી કાર્યક્રમને શોભાવ્યો હતો.
ગળતેશ્વરથી અરવિંદ રાવળનો રીપોર્ટ