જામકંડોરણા પંથકમાં અત્યારે મગફળી કપાસ મરચાં વાવેતરની સીઝન પુર બહારમાં ખીલી છે. ખેડૂતભાઈઓ હોંશેહોંશે બિયારણ ખાતર લેવા એગ્રો સેન્ટર પર જોવા મળી રહ્યા છે સારું ચોમાસું થશે તેવી આશા સાથે મગફળી કપાસ મરચાં કઠોળ જેવા પાકનું વાવેતર શરૂ કરાયુ છે. ત્યારે અમુક બિયારણ વિક્રેતા દ્વારા ડુપ્લીકેટ બીયારણ ખૂલ્લેઆમ વેચાણ કરી ખેડુતોની જીંદગી સાથે ચેડાં થઇ રહયા છે. આથી આવા બીયારણના વિક્રેતા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગણી અવારનવાર ઉઠતી હોય છે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/06/Screenshot-2024-06-26-205345.png)
કંઈક આવી જ ડુપ્લીકેટ બીયારણ પધરાવી દીધું હોવાની ફરીયાદ જામકંડોરણામાં ચિત્રાવડ ગામે રહેતા બે ખેડૂતો કરી રહ્યા છે જે અંગે ની મળતી માહિતી મુજબ જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામે રહેતા રવીરાજસીંહ ચુડાસમા તથા મહેન્દ્રસિંહ ચુડાસમા એ જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગોંડલ ખાતે રૈયારાજ એગ્રો સીડ્સ નામ પેઢીમાં થી મગફળી નું બિયારણ લીધેલું હતું, જેમનાં બીલ પણ તેમની સાથે છે જે બીયારણ લઈને તેમને તેમની વાડીએ વાવેતર કરવામાં આવ્યું હતું દસ દિવસ બાદ પણ આ બિયારણ પોતાની વાડીમાં ઉગ્યું નહીં જેમની ટેલીફોનીક રજુ વાત રૈયારાજ એગ્રોના માલિક કિરણભાઈ સાથે કરી હતી અને તમને જણાવ્યું હતું કે તમારું આપેલું બિયારણ ડુપ્લીકેટ હોય તો મને મારા પૈસા પાછા આપો ત્યારે આ પેઢીના માલિક કિરણભાઈ પણ ખેડૂતો ને ગોળગોળ જવાબ આપીને જણાવ્યું કે તમારા વાવેતર માં બિયારણને બાફ લાગી ગયો છે એટલે ઊગ્યું નથી અને છેલ્લે એવું પણ જણાવ્યું કે તમારાથી થાય તે કરી લો પૈસા પાછા મળશે નહીં ત્યારે સવાલ એ થાય છે કે આ એગ્રો સેન્ટર વાળાને શેની લાગવગ હશે ? પોતે વેચાણ કરેલું ડુપ્લીકેટ બિયારણ માટે તે જવાબદાર નથી હાલ તો જામકંડોરણા માં ડુપ્લીકેટ બિયારણ ચર્ચા ભારે જોર પકડ્યું છે હવે જોવાનું રહ્યું કે આ કે આ ખેડૂત મીત્રોને મળેલા ડુપ્લીકેટ બીયારણ નો મુદ્દો ક્યાં જઈને અટકશે. ??
જામકંડોરણા પ્રવિણ દોંગાનો અહેવાલ