સમગ્ર દેશભરમાં ચકચાર જગાવનાર નીટ કૌભાંડ મામલે ગોધરા ખાતે પાછલા ચાર દિવસથી સીબીઆઈની ટીમે ધામા નાખી તપાસનો ધમધમાટ શરુ કરવામા આવ્યો છે. ગતરોજ ગોધરા સરકીટ હાઉસ ખાતે 16 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતના ચાર વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને કેસના સાક્ષીઓ,તેમજ આરોપીઓ સાથે આવેલા ઈસમો અને જય જલારામ સ્કુલના સંચાલક સહિતનાઓની પુછપરછ બાદ આજે પાચમા દિવસે આ મામલે પકડાયેલા 4 આરોપીઓના રિમાન્ડ માટે ગોધરા કોર્ટમા અરજી કરવામા આવી હતી.આ મામલે આવતીકાલે સુનાવણી કોર્ટ હાથ ધરાશે તેવી વિગતો સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે.

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી જય જલારામ સ્કુલ ખાતેના સેન્ટરમાં યોજાયેલી નીટની પરિક્ષામા વિદ્યાર્થીઓને પાસ કરાવાના કૌભાડ મામલે પંચમહાલ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ બાદ હવે સમગ્ર મામલાની તપાસ સીબીઆઈને સોપી દેવામા આવતા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.પાછલા પાચ દિવસથી સીબીઆઈની ટીમના અધિકારીઓ ગોધરા ખાતે રોકાઈને સમગ્ર મામલાની ઝીણવટ ભરી અને તલસ્પર્શી તપાસ કરી રહી છે.ગુરુવારના રોજ સીબીઆઈ દ્વારા આ મામલે ગુજરાતના 6 જેટલા વિદ્યાર્થીઓની તપાસ કરવામા આવી હતી.શાળાના સંચાલકની પુછપરછ કરાઈ હતી.પાંચમા દિવસે સીબીઆઈ દ્વારા આ મામલા સાથે સંકળાયેલા આરોપીઓ આરીફ વોરા,તુષાર ભટ્ટ,પુરુષોત્તમ શર્મા,વિભોર આનંદને સીબીઆઈ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.ગોધરા ખાતે આવેલી સબજેલથી પોલીસવાનમા બેસાડીને આરોપીઓને કોર્ટમાં લઈ જવાના આવ્યા હતા.આ મામલે સીબીઆઈ અને આરોપીઓના વકીલની દલીલો સાંભળીને આવતીકાલે રિમાન્ડની અરજી પર સુનાવણી કોર્ટ દ્વારા હાથ ધરવામા આવશે.આરોપી તુષાર ભટ્ટને મિડીયાએ ઘેરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા હોવાનો સવાલ કર્યો હતો પણ તુષાર ભટ્ટ કોઈ શબ્દ બોલી શક્યા ન હતા.આવતીકાલે કોર્ટમા ફરી આ મામલે સુનાવણી થશે. સીબીઆઈની તપાસમા વધુ ચોકાવનારા ખુલાસા બહાર આવી શકે છે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ