સંઘપ્રદેશ દમણનાં મોટી દમણ સ્થિત પાલિકા દ્વારા બનાવવામાં આવેલા અત્યાધુનિક મચ્છી અને શાકભાજી માર્કેટને બંધ કરી તાળા મારી દેવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે શુક્રવારના રોજ મોડી સાંજે પાલિકાના ચીફ ઓફિસર સંજામસિંહ નવા મચ્છી માર્કેટની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમને નવા માર્કેટમાં પ્રવેશતા જ અસહ્ય દુર્ગંધ સાથે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. અગાઉ પણ અહીં મચ્છી વેચતી મહિલાઓને સફાઈ અંગે જાગૃત રહેવા અનેકવાર ટકોર કરવામાં આવી હતી તેમ છતાં કરોડો રૂપિયાના ખર્ચે નવા અને અત્યાધુનિક મચ્છી માર્કેટ પાલિકા દ્વારા બનાવી આપ્યા છતાં તેની સ્વછતા જે પ્રમાણે જાળવવી જોઈએ એ ન જળવાતું હોવાનું નજરે આવતા આખરે પાલિકાના ચીફ ઓફિસરની મુલાકાત દરમ્યાન ગંદકી જોવામાં આવતા તેને તાત્કાલિક અસરથી મચ્છી અને વેજીટેબલ માર્કેટને શુક્રવારની મોડી સાંજથી માર્કેટના મુખ્ય ગેટ પર તાળું મારી તને બંધ કરવામાં આવ્યું હતું.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/06/IMG_20240630_203114-1024x573.jpg)
ત્યારે અચાનક માર્કેટમાં તાળા લાગી જતાં મચ્છી અને શાકભાજી વેચતી મહિલાઓ અવઢવમાં મુકાઈ જવા પામી હતી. ત્યારે પાલિકા દ્વારા આ અંગે એક બેઠકનું આયોજન કરી જરૂરી નિર્ણયો લીધા બાદ ફરી માર્કેટ ને ખોલવામાં આવશે એવું પાલિકાના પ્રમુખ અસ્પી દમણિયા દ્વારા જણાવવામાં આવ્યું છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ