વાપી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિના સંદેશ સાથે હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન કરાયું

વાપી :- તાજેતરમાં વાપીના RGAS સ્કૂલથી છરવાડા તરફનો માર્ગ નાના-મોટા સૌ કોઈ માટે ડાન્સ મસ્તી ધમાલનો માર્ગ બન્યો હતો. આ માર્ગ પર વાપી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિના સંદેશ સાથે હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

વાપીને સ્વચ્છ ભારતની યાદીમાં પ્રથમ નંબરે લાવવા નગરપાલિકાએ અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. હેપ્પી સ્ટ્રીટ નામના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો તેમના બાળકો સાથે ઉપસ્થિત રહ્યા હતાં. તો, યુવાનો પણ આ કાર્યક્રમમાં આવ્યા હતાં. જેઓએ ઝુંબા ડાન્સ, ઓપન ગરબા રમવા સાથે અન્ય રમતોનો આનંદ ઉઠાવી ભરપૂર મનોરંજન મેળવ્યું હતું. વાપી નગરપાલિકાએ આ કાર્યક્રમ વાપીને સ્વચ્છ રાખવાની લોકોમાં જાગૃતિ આવે એ માટે રાખ્યો હતો. જેમાં ઉપસ્થિત લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી આગામી સ્વચ્છ ભારત અભિયાનમાં વાપીને પ્રથમ નંબરે લાવવા શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી હતી.નગરપાલિકાના આ હેપ્પી સ્ટ્રીટ કાર્યક્રમમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ પાલિકાના આ કાર્યક્રમની સરાહના કરી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને સ્વચ્છ બનાવવાનું અભિયાન ઉપાડ્યું છે. ત્યારે સ્વચ્છ ભારતના આ મિશનમાં સહભાગી થવા વાપી નગરપાલિકાએ પણ બીડુ ઝડપ્યું છે. વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજ પટેલ અને ચીફ ઓફિસર સહિત વોર્ડના સભ્યોએ સુંદર આયોજન કર્યું છે. લોકોને સ્વચ્છતા જાળવવાનો અનોખો પ્રયાસ કર્યો છે. આ કાર્યક્રમ દરેક વોર્ડમાં કરવામાં આવશે. જેના થકી લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરી શકાય અને વાપીને દેશમાં પ્રથમ સ્વચ્છ શહેર બનાવવાની નેમ પૂરી પાડી શકાય.સ્વચ્છતાના સંદેશ સાથેના આ આયોજનમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં. શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અનેક વાલીઓ તેમના બાળકો સાથે આવ્યા હતાં. જેઓએ ઝુંબા ડાન્સ અને ગરબા રમી મનોરંજન મેળવ્યું હતું. અને વાપી ને સ્વચ્છ રાખી પાલિકાના અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરી હતી.ઉપસ્થિત નગરજનો વાલીઓ બાળકોએ આ અનોખા કાર્યક્રમને વધાવી જણાવ્યું હતું કે, સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આવું આયોજન દર સપ્તાહે કે મહિનામાં એક વાર અવશ્ય કરવું જોઈએ તેવી ખુશી વ્યક્ત કરી હતી.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *