વાપી: આજે વહેલી સવારે વાપી રેલવે ફાટક પર ઓટોમેટિક ગેટમાં ખામી સર્જાતા એક ગંભીર સ્થિતિ ઉભી થઈ. ફાટકના ઓટોમેટિક ગેટ ખૂલવામાં તકલીફ સર્જાતા, ફક્ત એક તરફના જ ગેટ ખૂલે છે, જ્યારે બીજી તરફના બંને ગેટ બંધ જ રહે છે.
આ કારણે, બંને બાજુના વાહનચાલકો એક જ ગેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરતાં, કેટલાક વાહનો રેલવે ટ્રેક પર બે ફાટક વચ્ચે અટવાઈ ગયા. સ્થિતિ તાત્કાલિક બની, અને ફાટકના ઓટોમેટિક ગેટ મથામણ કરીને મેન્યુઅલી ખોલવામાં આવ્યા. આ ઘટનાના કારણે થોડા સમય માટે ફસાયેલા વાહનચાલકોની મોતની સ્થિતિ સર્જાઈ હતી. અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને ગેટની મરામત કરી અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ