વેરાવળ પાલિકા તંત્ર દ્વારા જર્જરિત એપાર્ટમેન્ટોને ઉતારી પાડવાની નોટીસો આપવામાં આવતી હોય છે. પરંતુ વેરાવળ 80 ફિટ પરની ગગનદિપ એપાર્ટમેન્ટમાં હજુ સુધી કોઇપણ પ્રકારની નોટીસ આપવામાં આવી ન હતી. જેના કારણે અહીયા અનેક લોકો પોતાનો ધંધો રોજગાર જમાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. ત્યારે આજરોજ આ એપાર્ટમેન્ટના બીજા માળેથી એકાએક રવેશ ધરાશાઇ થયો હતો. સદનશીબે આ એપાર્ટમેન્ટ નીચેથી કોઇ પસાર થઇ રહ્યું ન હતું. જેથી મોટી દુર્ઘટના ઘટતાં ટળી હતી.
ગગનદિપ એપાર્ટમેન્ટ મુખ્ય માર્ગે હોવાથી અનેક લોકો અવર જવર કરતાં હોય છે.અને આ એપાર્ટમેન્ટ જર્જરિત હાલતમાં છે, તો હજુ સુધી કોની દેખરેખ હેઠળ આ એપાર્ટમેન્ટને ઉતારવાની કામગીરીને હાથ પર લેવામાં નથી આવતી?જો કોઇ વ્યક્તિ નીચેથી પસાર થઇ રહ્યું હોય,ત્યારે આ રવેશ ધરાશાહી થયો હોત ને કોઇનો જીવ ગયો અથવા તો કોઇને મોટું નુકશાન થયું હોત તો કોણી જવાબદારી રહેતી? કે પછી ગગનદિપ એપાર્ટમેન્ટમાં કોઇ મોટી જાનહાની ટળે અથવા તો કોઇનો જીવ લઇ લે ત્યારે પાલિકા એક્શન મુડમાં આવશે કે શું? શું પાલિકાને આ જર્જરિત એપાર્ટમેન્ટની જાણકારી નહીં હોય કે શું? તેવા અનેક સવાલોએ સ્થાનિકોના લોકમુખે ચર્ચાનું જોર પકડ્યું છે
ગીર સોમનાથથી મહેશ ડોડિયાનો રીપોર્ટ