સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વરસાદી માહોલમાં પ્રાકૃતિક સૌદર્ય ખીલી ઉઠ્યું જાણે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવું વાતાવરણ જોવા મળ્યું છે. વરસતા વરસાદી માહોલે પાવાગઢને આ મીની કાશ્મીર જેવા દશ્યોનો જોવા મળ્યાં હતાં.જેથી તે નજારો જોવા પર્યટકો પાવાગઢ મહાકાળી મંદિરે ઉમટી પડ્યાં છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે દક્ષિણ પંચમહાલના ઘોઘંબા, હાલોલ, જાંબુઘોડાના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય બનતા જ આ સમગ્ર વિસ્તારે જાણે લીલી ચાદર ઓઢી હોય તેવો ભાસી રહ્યો છે. દક્ષિણ પંચમહાલમાં ચોમાસુ જામતા સતત વરસી રહેલા વરસાદે યાત્રાધામ પાવાગઢના ડુંગરને સોળે કળાએ ખીલવી દીધો છે.વરસાદી માહોલથી પાવાગઢ માંચી સુધીના પર્વત પર વાદળોની ફૌજ ઉતરી આવતા, મીની કાશ્મીર જેવા દશ્યો સર્જાયા છે.જેથી તેનો આનંદ માણવા પર્યટકોની મહાકાળી મંદિરે ભીડ જોવા મળી છે. શહેરની ભાગદોડ ભરી જીંદગીથી થાકેલા અને કંટાળેલા અને શાંતિની શોધમાં ફરતાં અનેક પ્રકૃતિને નજીકથી માણવાની ઈચ્છા ધરાવતા શહેરીજનો માટે આ વિસ્તાર જાને સ્વર્ગ સમાન લાગી આવ્યો છે. છેલ્લા બે દિવસથી સમયાંતરે વરસી રહેલા વરસાદને પગલે પાવાગઢ ડુંગર ઉપર વાદળોની ફૌજ ઉતરી આવતા ડુંગર ઉપર ઝીરો વિઝીબિલિટી જેવી સ્થિતિ ઉભી થઇ છે.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ