જામકંડોરણા તાલુકાના રાયડી ગામે ચાલતી આંગણવાડી છે કે લીલીયાવાડી તે જ વાલીઓને ખબર નથી પડતી. સરકાર દ્વારા અપાતા અનાજના દાળનાં પેકેટમાંથી સાવ સડી ગયેલી દાળ આપવામાં આવતાં, વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે પરંતુ જામકંડોરણાનું આઇ.સી.ડી.એસ તંત્ર એટલે ભેંસ પર ગમે તેટલું પાણી ઢોળવામાં આવે, જેમ ભેંસને કંઈ અસર ના થાય. તેમ આવું જ કંઈક જામકંડોરણાનું તાલુકા તંત્ર છે.
વાલી ગમેતેવા બુમ બરાડા પાડે છતાંય નિભંર આઇ.સી.ડી.એસ તંત્રને કશોય ફરક પડતો નથી. જામકંડોરણા તાલુકામાં સારા ઈમાનદાર અધિકારી આવે ત્યારે જ જામકંડોરણાની દીશા અને દશા બદલાય તેવો માહોલ જામકંડોરણાની પ્રજા અનુભવી રહી છેમનિષાબેન બાંભરોલીયાએ એમના આઈડી પર આ વિડીયો અપલોડ કરીને વાયરલ પણ કર્યો છે. હવે જોવું રહ્યું કે કોનો ટોપલો કોના માથે ઢોળી વાતને દબાવવાનો પ્રયાસ કરે છે. કે પછી જેનાથી આ ભૂલ થઇ છે તેનાં પર કોઈ એક્શન લેવાશે કે નહિ, તે તો તપાસ કરતા જ જાણવાં મળે તેમ છે.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ