બિહાર વેલફર એસોસિયેશન દ્વારા કકડકોપર પ્રાથમિક વિદ્યાલયમાં પુસ્તક અને સ્ટેશનરી કીટનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જરૂરીયાતમંદ અને ગરીબ બાળકોને મફતમાં બુક, સ્ટેશનરી કીટ અને પારલે બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કકડકોપર પ્રાથમિક વિદ્યાલયના 245 વિદ્યાર્થીઓને આ કીટ મફતમાં આપવામાં આવી, જે વિદ્યાર્થીઓના શિક્ષણમાં સહાયક સાબિત થશે. બિહાર વેલફર એસોસિયેશન દર વર્ષે આવા સામાજિક કાર્યક્રમો દ્વારા જરૂરતમંદ બાળકોને શિક્ષણના સાધનો ઉપલબ્ધ કરાવે છે.ત્યારે આ વર્ષે પણ મફતમાં કીટ વિતરણ કરવામાં આવી હતી.બાળકોના હાથમાં આ કીટ આવતાં તેઓના ચહેરા પર હાસ્યનું ચમક લહેરાઇ ગયું હતું.વિદ્યાર્થીઓ વર્ગમાં જઇને એકબીજાની નોટબુક જોઇ ખુશ થતાં જોવા મળ્યાં હતાં.ત્યારે શાળાના પ્રિન્સિપાલ વિપુલસિંહ અને તેમની ટીમે આ કાર્યક્રમ માટે બિહાર વેલફર એસોસિયેશનનો આભાર વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમ અંતર્ગત બિહાર વેલફર એસોસિયેશનના વિપુલસિંહે જણાવ્યું હતું કે તેઓ સંસ્થા સમાજની સેવા માટે હંમેશા આગળ રહે છે. આ સંસ્થા માત્ર બુક અને સ્ટેશનરીનું વિતરણ કરે છે એટલું જ નહીં, પરંતું મેડિકલ ચેકઅપ, શિક્ષણ અને ગરીબ દીકરાના લગનમાં પણ આર્થિક રીતે મદદરુપ બને છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ