કર્મચારીઓ સેફ્ટી વિના વીજપોલ પર ચડી કામ કરતા નજરે ચડ્યા
સરીગામ બાયપાસ પર DGVCL (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ) ના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહેલા કામમાં ગંભીર બેદરકારી સામે આવી છે. કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ વીજપોલ પર સેફ્ટી વિના ચડીને કામ કરતા જોવા મળ્યા હતાં.
આ ઘટનાના દૃશ્યો સામે આવતા જ સ્થાનિક લોકોએ આ બાબતનો વિરોધ કર્યો અને DGVCLનાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.DGVCLના ડેપ્યુટી એન્જિનિયરે નિવેદન આપ્યું હતું કે, કોન્ટ્રાક્ટરને આવી બેદરકારી માટે કડક પગલાં લેવામાં આવશે અને પેનલ્ટી ફટકારવામાં આવશે.તેમણે જણાવ્યું કે, “સેફ્ટી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા માટે કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવવામાં આવશે. કર્મચારીઓના જીવનને જોખમમાં મુકવું અસહ્ય છે અને આ માટે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.”પ્રશ્ન ઉઠે છે કે જો કર્મચારીઓ પોતાની જાતને જોખમમાં મૂકી રહ્યા છે તો તેની જવાબદારી કોણ લેશે? DGVCL દ્વારા આવા કોન્ટ્રાક્ટરોને સખત સજાના આપણી સાથે આશા છે કે ભવિષ્યમાં આવા કિસ્સાઓ ન બને તેની?
વાપીથી આલમ શેખનો રીપોર્ટ