ભારતીય જનતા પાર્ટીના સ્થાપક ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીના જન્મદિવસના અવસરે, યુપીએલ લિમિટેડ અને રોટરી ક્લબ ઓફ વાપીએ સંયુક્ત રીતે એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં 150 રક્ત બોટલ દાનનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં બીજેપીના કાર્યકર્તાઓ અને યુપીએલ લિમિટેડના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ આ કેમ્પને સફળ બનાવ્યું હતું.ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, બીજેપીના સ્થાપક ડૉ. શ્યામ પ્રસાદ મુખર્જીના જન્મદિવસ અવસરે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ મહા રક્તદાન કેમ્પ એ માનવતાની સેવાનું એક મોટું યોગદાન છે.આ મહા રક્તદાન કેમ્પમાં સહભાગી થનાર દરેક કાર્યકર્તા અને કર્મચારીને આભાર અને અભિનંદન આપી હતી. માનવતાની આ સેવા શ્રેષ્ઠ છે માટે તેને પ્રોત્સાહન આપવું એ જ આપણા સૌનો ધ્યેય છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ