બહુમતી ધરાવતા વિપક્ષી 11 સભ્યોએ બજેટ મંજૂરીની બહાલી નામંજૂર કરી
ઉમરગામ તાલુકાની બહુચર્ચિત સરીગામ ગ્રા.પંમાં વિકાસ કમિશનર ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પત્રક ફાળવી બજેટને મંજૂરી આપવાની તકના આદેશે તથા સરીગામ ગ્રા.પંના શિક્ષિત સરપંચ સહદેવ વઘાત અને તલાટી કમ મંત્રીના અધ્યક્ષતામાં તથા સંબંધીત વિસ્તરણ અધિકારીસહિત તા.વિકાસ અધિકારીના નિર્દેશ અનુસાર હાજરીમાં પંચાયતના હોલ ખાતે 12:30 કલાકે શુક્રવારના રોજ એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સભા અંતર્ગત સરીગામના 20 સભ્યોમાંથી સરપંચ સાથે 19 સભ્યો ખાસ હાજર રહ્યા હતા.ત્યારે એક સભ્ય ગેરહાજર રહ્યા હતા. સભાની શરૂઆતમાં તલાટી કમ મંત્રીએ ગત સભાની કાર્યવાહીની નોંધને વાંચનમાં લઈ બહાલી આપવામાં આવી,માસિક આવક જાવકની હિસાબી ખર્ચને મંજૂર કરવા અને અધ્યક્ષશ્રીની અનુમતિએ રજૂ થતા વિકાસના કાર્યોની ખાસ ચર્ચા કરવામાં આવી હતી. સભા ઉગ્ર બની શકે તેને ધ્યાનમાં રાખી ભીલાડ પોલીસ ખાસ ઉપસ્થિત રહી હતી. સતત બીજીવાર બજેટ મંજૂરીને બહાલી નામંજૂર થયા બાદ હવે સરીગામ ગ્રા.પમાં વિકાસના કામો પર રોક લાગી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ