સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની વચ્ચેથી પસાર થતી દમણગંગા નદીમાં આજે એક વ્યક્તિએ મોતની છલાંગ લગાવી દીધી હતી. સેલવાસ નરોલી રોડ પર દમણંગા નદી પર આવેલા પુલ પરથી અજાણ્યો વ્યક્તિ નદીમાં કૂદી પડ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમ સ્થળ પર પહોંચી હતી. અને બોટની મદદથી નદીમાં શોધ ખોળ હાથ ધરી હતી.
જોકે નદીના ઉપરવાસમાં વરસાદથી પાણી નદીમાં આવી રહ્યું હોવાથી પાણીનું સ્તર વધુ હતું આથી ફાયર બ્રિગેડની ટીમોને પણ શોધ ખોળ માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસે હવે આ મામલે છલાંગ લગાવનાર વ્યક્તિની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ અગાઉ પણ સેલવાસના નરોલીનો આ દમણ ગંગા પુલ સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત થઈ રહ્યો છે .આ અગાઉ પણ અનેક વખત આ પુલ પરથી અનેક લોકોએ મોતની છલાંગ લગાવી હોવાની બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે ફરી એક વખત વધુ એક બનાવ બનતા સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઈ હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ