રાજકોટ જિલ્લાના જામકંડોરણા શહેરમાં ઘણા લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ પડ્યો. સવારથી જ વાતાવરણ બફાટ મારતું જોવા મળ્યું હતું. જેથી અસંખ્ય ગરમીની વચ્ચે 4 વાગ્યાની આસપાસ વરસાદે વરસવાનું શરું કરતાં સમગ્ર પંથકમાં ઠંડક વ્યાપી ગયેલી જોવા મળી છે.
વરસાદી વાતાવરણમાં ઘણા વાહનચાલકોએ પોતાનું વાહન રસ્તાની સાઇડમાં પાર્ક કરી જગ્યા મળી તે છતની નીચે વરસાદથી બચવા ઉભા થઇ ગયાં હતાં. ત્યારે અન્ય વાહન ચાલકો વાહન લઇને પસાર થતાં તેઓને સામેથી કયું વાહન આવે છે અને કયું નહીં તે જોવામાં ઘણી મુશ્ક્લી પડી રહી હતી. જેથી આ અકસમ્તાના ભય વચ્ચે તેઓએ ડી પર અને હોર્ન ચાલું રાખી વાહન લઇને નીકળવાનો વારો આવ્યો હતો. સતત 1 કલાકથી વરસી રહેલા વરસાદે હજુ સુધી વિરામ લેવાનું નામ ન લેતાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે જામકંડોરણા શહેરની સાથો સાથ દુરિયોદર, બોરીયા, રાયડી જેવા અનેક ગામોમાં પણ વરસાદ મનમુકીને વરસ્યો છે, જેથી ખેતીના પાકને જીવનદાન મળતા જોઇ ખેડૂતોમાં અનેરો આનંદ વ્યાપ્યો છે.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ