સેલવાસ કોર્ટે પોકસો હેઠળ એક આરોપીને 20 વર્ષની સજા સંભળાવી હતી.મળતી માહિતી મુજબ દાનહથી એક સગીર વયની યુવતીને આરોપી વિષ્ણુ વિજય મંડળ બિહારના ભાગલપુર ભગાડી ગયો હતો.જેની ફરિયાદ સગીરની માતાએ સેલવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસ દરમિયાન સગીર યુવતી અને આરોપીની લોકેશન બિહારના ભાગલપુરમાં હોવાનું જાણવા મળ્યું હતું.દાનહ પોલીસ બિહાર પહોંચીને યુવતી અને આરોપીનો કબજો લઈને દાનહ લઈ આવી હતી.તપાસ દરમિયાન આરોપીએ સગીર સાથે શરીર સબંધ બાંધ્યો હોવાની જાણ થતા સગીરની મેડિકલ તપાસ કરવામાં આવી હતી.જેમાં સગીર સાથે બળાત્કાર કાર્યનું ખુલતા સેલવાસ પોલીસે પોકસોનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.આજ રોજ સેલવાસ કોર્ટે સરકારી વકીલ એન.એમ રાઠોડે સગરી વતીની દલીલોને ધ્યાને લઇ આરોપી વિષ્ણુ વિજય મંડલને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ, 2012 હેઠળના શિક્ષાપાત્ર ગુના માટે દોષિત ઠરાવીને 20 વર્ષની સખત કેદ અને રૂ. 10,000/-નો દંડ ફટકાર્યો હતો. જો દંડન ભરે તો વધુ 06 મહિનાની સાદી કેદની સજા સંભળાવી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ