ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના માનનીય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે, વાપી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ થર્ડ ફેઝમાં ગેટકો પાવર સ્ટેશન અને આરતી ઇન્ડસ્ટ્રીઝની નજીકમાં બનવા જઈ રહેલા ગ્રીન બેલ્ટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ VIA દ્વારા લઘુ ઉદ્યોગ ભારતી -વલસાડ જિલ્લો અને એન્જીનિયર્સ એસોસિયેશન ઓફ વાપીના સહયોગથી યોજવામાં આવ્યો હતો.
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) અને VIAની ગ્રીન સોસાયટી પર્યાવરણના સંરક્ષણ અને સંતુલન માટે સતત સક્રિય પગલાં લે છે. જેના ભાગરુપે થર્ડ ફેઝમાં આ ગ્રીન બેલ્ટ 3950 ચો.મીટરના વિસ્તારમાં લગભગ 2600 નાના છોડ અને 1720 મોટા વૃક્ષોનું વાવેતર કરી બનાવવામાં આવશે. આ ગ્રીન બેલ્ટ બનાવવામાં આરતી ઇન્ડસ્ટ્રીઝનો સહયોગ રહેશે.આજના વૃક્ષારોપણના કાર્યક્રમમાં VIAના પ્રમુખ સતિષભાઈ પટેલ, માનદ મંત્રી કલ્પેશભાઈ વોરા, VIAના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ પટેલ, વાપી નોટીફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન હેમંતભાઈ પટેલ, લઘુ ઉદ્યોગ ભારતી વલસાડના પ્રમુખ મેહુલભાઈ પટેલ, વાપી નગરપાલિકા પ્રમુખ પંકજભાઈ પટેલ, VIAના કમિટી મેમ્બર કૌશિકભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ પટેલ અને વિરાજભાઈ દક્ષિણી,આરતી ઇન્ડસ્ટ્રીઝના ભાવેશભાઈ મહેતા અને રિકેનભાઈ ટંડેલ, VIAના સભ્યો, આરતી ઇન્ડસ્ટ્રીઝના સભ્યો તથા કારીગરો અને વલસાડ જિલ્લા લઘુઉદ્યોગ ભરતીના સભ્યો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ