ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પરની ખાનગી શાળાના વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણવા મજબુર

વાહન ચાલકોએ નિયમોને નેવે મુકી, ઓવરલોડ વિદ્યાર્થીઓને વાહનોમાં બેસાડી કમાવવામાં તલ્લીન બન્યાં

ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડર પર આવેલી ખાનગી શાળાના વિદ્યાર્થીઓ શાળા છૂટ્યા બાદ સંજાણ તરફ કેવી હાલતમાં જઈ રહ્યા છે તે દ્રશ્યમાન છે. સ્કૂલ વાહન ચાલકો નિયમોનું તાર તાર કરી, બાળકોના જીવનને જોખમમાં મૂકી રહ્યા છે.

ભારતનું ભવિષ્ય ઉજ્વળ બનાવવા વાલીઓ સારી એવી ફ્રી શાળા કોલેજોમાં ચૂકવીને પોતાનાં બાળકોના ભણાવતા હોય છે, પરંતુ તે ફ્રીનું નજીવું ભાડું ખાનગી વાહનોને ચૂકવી બાળકોનું જીવન જોખમમાં મુકાયું હોય તેવી પરિસ્થિતિ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પરની ખાનગી શાળાઓમાં ભણવા જતાં વિદ્યાર્થીઓની હાલત અહીંયા જોવા મળે છે. દરરરોજ શાળા છૂટ્યા પછી, વિદ્યાર્થીઓને ઘેર પહોંચાડતા સ્કૂલ વાહનોમાં જરાય સાવચેતી રાખવામાં આવતી નથી. કેટલાક વાહન ચાલકો ઓવરલોડિંગ કરીને વધુ વિદ્યાર્થીઓને બેસાડે છે, જ્યારે અન્ય લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સહેજ પણ કોશિશ નથી કરતા. તે ઉપરાંત, ઘણા વાહનોમાં જરૂરિયાતમંદ સુરક્ષા ઉપકરણો પણ નથી, જેમ કે સીટ બેલ્ટ અને ઇમરજન્સી એક્ઝિટ.આ સમસ્યાને લીધે પેરન્ટ્સ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે મેનેજમેન્ટ અને વાહન ચાલકોની આ બેદરકારી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. શાળાના ટ્રસ્ટીઓ ,ટ્રાફિક પોલીસ અને સંચાલકોએ તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈને જરૂરી પગલાં ભરવા માટે અનુરોધ કર્યો છે.સ્થાનિક ટ્રાફિક પોલીસ વિભાગને અંગે માટે નિરીક્ષણ કરી અને સ્કૂલ વાહન ચાલકોને નિયમોનું પાલન કરાવવા માટે જરૂરી કાર્યવાહી કરવાનું માર્ગદર્શન આપે. વિદ્યાર્થીઓના અભ્યાસ માટેની આટલી મહત્વની વાતને જોતા, શાળાઓને અને વાહન સંચાલકોને તેનાથી સંબંધિત તમામ નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 5 / 5. Vote count: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *