શોર્ટ-સર્કિટના કારણે કારમાં લાગી આવતાં કાર બળીને ખાક થઇ
રવિવાર રાત્રે 9 વાગ્યાના સુમારે સેલવાસ સાયલી ખાતે આવેલી નમો મેડિકલ કોલેજ પાસે એક કારમાં આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, કારમાં શોર્ટ-સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જણાઈ રહ્યું છે.
આગ લાગવાની ઘટનાને પગલે કાર બળીને ખાખ થઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને આગને કાબુમાં લીધી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેથી આ દુર્ઘટનાની સચોટ કારણ શોધી શકાય.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ