એકાએક લાગેલી આગે દુકાનને ઝપેટમાં લેતાં બાળીને ખાક કરી
દાદર નગર હવેલીના ડોકમરડી વિસ્તારમાં આવેલ વાઘસિપા રોડ પર ગમખ્વાર ઘટના બની છે. અહીં આવેલા એક દુકાનમાં અચાનક આગ ભભૂકતા સ્થાનીક લોકોમાં દહેશત ફેલાઈ ગઈ.
પ્રાપ્ત માહિતી મુજબ, અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામ દરમ્યાન ડ્રિલિંગ કરાતા ગેસ લાઇનમાં લીકેજ થવાની ઘટના બની હતી. આ કારણે આગ લાગી અને ઝબકારો સાથે બ્લાસ્ટ થયો. બ્લાસ્ટના કારણે દુકાન આગમાં ભડકે બળી ઉઠી. સદ નસીબે, દુકાનમાં તે સમયે કોઈ પણ વ્યક્તિ હાજર નહોતી, જેના કારણે કોઈ જાનહાની ટળી છે. સ્થળ પર તાત્કાલિક આગનિવાર દળને બોલાવવામાં આવ્યા અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. આ બનાવે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જી દીધો છે અને સત્તાવાળાઓએ આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ