નરોલી ચેકપોસ્ટ પાસે આવેલી પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ગઈકાલે રાત્રે જમવા આવેલા ગ્રાહકો અને હોટેલના વેઈટર વચ્ચે બબાલ થઈ હતી.પહેલા બોલાચાલી અને ઝગડો થયો બાદમાં એને મોટું રૂપ ધારણ કરતા મારા મારી થતા એમાં જમવા આવેલા એક ગ્રાહકનું મૃત્યુ થયું હતું.
પુષ્પક બાર એન્ડ રેસ્ટોરન્ટમાં સંજાણથી 5 મિત્રો રાત્રે લગભગ 9:30 વાગ્યે જમવા માટે આવ્યા હતા.મોડેથી જમવા આવતા વેઈટર તેમને કહ્યું હતું કે જમવાનો હમણાં ઓર્ડર કરી દો 10:30 વાગ્યા પછી જમવાનું મળશે નહીં. આથી તેમણે જમવાનો ઓર્ડર આપી દીધો હતો.5 મિત્રોમાંથી 3 દારૂ પીતા હોય તેઓએ બીઅર પણ મંગાવી હતી.આથી જમતા જમતા તેમને મોડું થઈ જતા હોટેલમાં કામ કરનાર વેઈટરોએ તેમને કહ્યું હતું કે હોટેલ બંધ કરવાનો સમય થઈ ગયો છે તમે અડધો કલાકમાં જલ્દીથી જમી લો. અડધો કલાક થઈ જતા વેઈટરોએ એમની સાથે ગાળો લઈને વાતો કરવાની શરૂ કરી હતી.અને જલ્દી જમવા માટે કહ્યું હતું.ત્યારે જમવા આવેલ ગ્રાહકે કહ્યું હતું કે હવે બસ 5 મિનિટમાં અમે જમી જ રહેશું.એટલામાં એક વેઈટરે એક ગ્રાહક ઉપર ખુરસી વડે હુમલો કરી દીધો હતો અને કાન પાસે એક થપ્પડ પણ મારી હતી.અચાનક હુમલો થતા આ ગ્રાહક ભાગવા જતા એના માથા ઉપર વેઇટરે બિયરની બોટલ સુરજ ધોડી નામના ગ્રાહકના માથા ઉપર મારી હતી.આવી ઘટના થતા જમવા આવેલા ગ્રાહકો બહાર ભાગવા જતા બીજા એક ગ્રાહકને નાકમાં અને કમરમાં લાત મારી હતી.અને સંદીપ ધોડી નામના ગ્રાહકને ફૂટેલી બિયર વડે પેટમાં માર મારતા હોટલમાંથી બહાર લાવ્યા હતા.આ દરમિયાન સંદીપ ઈશ્વર ધોડીનું મોત થઈ ગયું હતું.આ ઘટનાની જાણ જમવા આવેલા ગ્રાહક દ્વારા પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હોટેલના સ્ટાફ, વેઈટરોને પકડીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ કેસની તપાસ પોલીસ સીસીટીવી કેમેરા મેળવી ને કરી રહી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ