સરીગામ સાગમ પાસે આવેલા માંડા ગામમાં એક આઠ વર્ષના માસુમ બાળકનું બિલ્ડીંગના ખરકુંવામાં પડતાં કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ હૃદયવિદારક ઘટનાને કારણે સમગ્ર પરીવારમાં માતમ છવાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગંભીર રીતે ઘાયલ થયેલા બાળકને તરત જ નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.સમગ્ર ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી.સામાન્ય પ્રજાના આશ્ચર્ય અને દુઃખને જોઇને ધારાસભ્ય રમણભાઈ પાટકર પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો સામનો લીધો હતો?
વાપીથી આલમ શેખનો રીપોર્ટ