નરોલી ચેકપોસ્ટ પાસેના પુષ્પક બારમાં બોલાચાલી પછી થયેલા મર્ડર કેસમાં સેલવાસ પોલીસે 11 આરોપીને હીરાસતમાં લીધા હતા.જેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 11 આરોપીને 5 દિવસના પોલીસ રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા હતા.
આ કેસમાં દાનહ પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103 અને 3(5) લગાવી હતી.આ કેસમાં પોલીસે 11 આરોપીને હીરાસતમાં લીધા હતા અને પૂછપરછ કરી હતી આ દરમિયાન 11 આરોપીએ ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી. આ આરોપીમાં સંદીપ રાજુ ઉં. વ 32 વર્ષ મૂળ રહે. યુપી, દિપક કુમાર ઉ.વ 18 વર્ષ મૂળ રહે. યુપી, સોમનાથ કુમાર ઉ.વ 22 વર્ષ મૂળ રહે. નેપાળ, અનિલ વર્મા ઉં.વ 24 વર્ષ મૂળ રહે. યુપી, મહેન્દ્ર યાદવ ઉ.વ 28 વર્ષ મૂળ રહે નેપાળ, પવન ઉં.વ 35 વર્ષ મૂળ રહે. ઉત્તરાખંડ, સંદીપ કુમાર ઉ.વ 34 વર્ષ મૂળ રહે યુપી, હેમંત કુમાર ચૌધરી ઉ.વ 31 વર્ષ મૂળ રહે નેપાળ, રાજકુમાર યાદવ ઉ.વ 26 વર્ષ મૂળ રહે.નેપાળ, સુજીત હળદર ઉ.વ 26 વર્ષ મૂળ રહે પશ્ચિમ બંગાળ, સાગર ગુરૂગ ઉ.વ 24 વર્ષ મૂળ રહે નેપાળની સેલવાસ પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી સેલવાસ પોલીસને 20 જુલાઈ સુધીના રિમાન્ડ મળ્યા હતા.આ કેસમાં પોલીસે ગુનાને લાગતા પુરાવાઓ એકત્ર કરી લીધા હતા અને પોલીસ ટૂંક જ સમયમાં ચાર્જસીટ પણ દાખલ કરશે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ