સમગ્ર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં વલસાડ જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદી માહોલ વચ્ચે વાપી અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે થોડા સમય માટે રસ્તાઓ પર પાણી પાણી થઇ ગયું હતું.તો બીજીબાજુ ઉમરગામના રેલવેના પુલ પાસે ગટર લાઇનના અભાવે કલ્પવૃક્ષ નજીકની દુકાનોમાં પાણી ભરાઇ ગયું હતું. દુકાનોમાં દુર્ગંધ મારતું ગંદુ પાણી ભરાઇ જતાં માલ સામાનનું નુકશાનનું નુંકશાન વેઠવાનો વારો આવતાં વેપારીઓમાં આક્રોશ ફેલાયો છે.
આ સાથે ગટર લાઇન યોગ્ય રીતે ફીટ કરવામાં ન આવતાં, પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો ન હોવાથી ગ્રામ પંચાયત પર વેપારીઓએ આક્ષેપો ઠાલવ્યાં હતાં. જિલ્લાના વાપી, પારડી, ધરમપુર, કપરાડા, અને ઉમરગામ સહિત વલસાડમાં પણ વરસાદે મન મુકીને વરસતો જોવા મળ્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ આજના દિવસે ભારે વરસાદની સંભાવના હોવાથી જિલ્લાના તમામ લોકોનેે સાવચેત રહેવાની અપીલ કરી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ