ગુજરાતમાં ફરીથી મેઘરાજાએ હાજરી આપી છે. ભારે વરસાદની આગાહીને લઈને રાજ્યના વિવિધ વિસ્તારોમાં જોરદાર વરસાદી માહોલ સર્જાયો છે. જામ કંડોરણા તાલુકાના રાદડીયા ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસેલા વરસાદે ગામના પાદરની નદીઓ વહેતી કરી દીધી હતી અને ગામના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
નીચાણાવાળા વિસ્તારોના મકાનો તેમજ દુકાનોમાં પાણી ભરાતાં તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાદડીયા ગામની સહકારી દુધ મંડળીમાં પાણી ઘુસી જતાં પશુપાલકોને દુધ ભરવા જવાની કોઇ બારી ન રહેતાં પશુપાલકોએ દુધ ઘરે વાપરવાનો વારો આવતાં ચહેરા પર નારાજગી જોવા મળી હતી.ગામમાં પા પાણી ભરાઇ જતાં ગામલોએ ગામમાં આવવા જવાનું પણ બંધ થઇ જતાં, ઘર આંગણીએથી વહેતી વરસાદી નદી નીહાળતાં જોવા મળ્યાં હતાં.
જામકંડોરણાથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ