આજરોજ બાલાસિનોર વિદ્યા મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ તથા MSW કોલેજના સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષ માતાના નામે અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કોલેજના પટાંગણમાં કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત કોલેજના પ્રિન્સિપાલ શિક્ષકગણ તેમજ એનએસએસના વિદ્યાર્થીઓએ મળી કોલેજમાં 100થી વધુ છોડવાઓ રોપી કોલેજની શોભા વધારી હતી.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-19-at-1.04.39-PM-1024x576.jpeg)
કોલેજના પ્રોફેસર સેજલ ગામીત દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.ત્યારે MSW કોલેજના પ્રોફેસર હર્ષદભાઇ સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે જ્યાં સુધી તમે અહીંયાથી ડીગ્રી ન મેળવો ત્યાં સુધી આ વૃક્ષનું જતન કરવા માટે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-19-at-1.04.42-PM-1024x576.jpeg)
NSS તેમજ NCCના વિદ્યાર્થીઓએ આ કાર્યમાં સારી ભૂમિકા દાખવતાં કોલેજના પ્રિ.ડી.પી.માછી સાહેબે વિદ્યાર્થીઓનું અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિ.પ્રોફેસરો,નોડલ ઓફિસર પ્રોફેસર દિલીપભાઇ ઓડ, પ્રોફેસર તૃષા બારોટ, પ્રોફેસર હર્ષદ બી સોલંકી તેમજ કોલેજનો સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો જોડાયા હતાં.
બાલાસિનોરથી અરવિંદ રાવળનો રીપોર્ટ