તંત્ર જવાબદારીનું ભાન ભુલતાં અનેક વિદ્યાર્થીનીઓના ચહેરાનું હાસ્ય કાટ ખાતી સાયકલોમાં રોળાયું
વલસાડ જિલ્લામાં સરસ્વતી સાધના યોજનાની અંતર્ગત ધોરણ નવમાની વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના આ સાયકલો મળવતાની સાથે જે તેમના ચહેરા પર હાસ્યની ચમક ખીલી ઉઠતી હોય છે, પરંતુ શું આ સાયકલો જોઇને તેઓના ચહેરા પર આ સ્મિત જોવા મળશે કે નારાજગી તે જોવું રહ્યું. હાલ ચોમાસાની ઋતું શરુ થઇ ગઇ છે ત્યારે ગુજરાતભરમાં વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદ ધમધમાટી બોલાવી રહ્યો છે. ત્યારે આવી સ્થિતીમાં આ સાયકલો મેઘલીયાના વરસાદી પાણીમાં ભિંજાઇ કાદમાં ગોબાઇ જતાં તેની કન્ડિશન કેટલી યોગ્ય હશેએ પણ જોવું રહ્યું. જો કે આ સરકારી યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવે છે. અને તેની કિમંત સામાન્ય માનસને સમજાય, પરંતુ સરકારી અધિકારીઓને આ વાતને લઇને કોઇ લેવા દેવા ન હોવાથી તેઓ આ વાતની જાણ કોઇ ઉપલા અધિકારીને કરતાં નહીં હોય તેવું આ જોઇને લાગી રહ્યું છે. જોકે હાલ ચોમાસાની સિઝન હોવાથી આ વાત ધ્યાને આવી પરંતુ શું એ પહેલાં આ સાયકલોની સ્થિતી આવી જોવા મળતી નહીં હોય તે પણ એક સવાલ છે. જોવું એ રહ્યું કે વિદ્યાર્થીઓને આ કાટખાતી,માટીમાં ગોબાઇ ગયેલી જ સાયકલો આપવામાં આવે છે કે નવી લાવીને આપવામાં આવે છે. જો આ કાટ ખાતી સાયકલો વિદ્યાર્થીનીઓને આપવામાં આવશે તો, વિદ્યાર્થીનીઓને સાયકલની અડધી કિમંત જેટલો ખર્ચો તો, સાયકલ સર્વિસથી લઇને રીપેરિંગ કરવામાં થઇ જશે તેવું આ સાયકલોની કન્ડિશન જોઇને લાગી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2023-24 માટે અનુસૂચિત જાતિ તથા બક્ષીપંચ વિભાગ દ્વારા ગ્રાન્ટેબલ તથા સરકારી શાળાઓમાં વિતરણ માટે હજારોની સંખ્યામાં સાયકલ ઉમરગામના સરીગામ કેડીબી હાઈસ્કૂલના પટાંગણમાં અંદાજિત 4 મહિના કરતાં પણ વધારે સમયથી અહીયાં ખડકવામાં આવી હતી. ચોમાસામાં આવી મોટી બેદરકારીના કારણે સાયકલો હવે કાટ ખાઈ જતાં તે ભંગાર હાલતમાં થઇ ગઇ છે. વિદ્યાર્થીનીઓને સાયકલો બાંટવા માટેની આ યોજના હાલ વિમાર બની છે. સંપૂર્ણ બેદરકારી દાખવતા સંબંધીત વિભાગો દ્વારા સાયકલોના ઊપર પ્લાસ્ટિક ઢાંકવાનું પણ યોગ્ય રીતે ન કરવામાં આવતું હોવાથી આ સ્થિતિ ઊભી થઈ છે.વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલો કાટ ખાઇને ભંગાર હાલતમાં હોવાના અહેવાલો સામે આવતા, આવી બેદરકારીની તપાસ અને સમાધાન માટે ત્વરિત કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ