પંચમહાલ- જિલ્લા સંકલન સમિતિ ભાગ ૧ અને ૨ની બેઠક ગોધરા કલેક્ટર કચેરીએ યોજાઈ

ગોધરા કલેક્ટર કચેરી,સભાખંડ ખાતે પંચમહાલ જિલ્લા સંકલન સમિતિ ભાગ ૧ અને ૨ની બેઠક રાજ્યના શિક્ષણમંત્રી અને પંચમહાલ પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરની વિશેષ ઉપસ્થિતિમાં તથા જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રી કુબેરભાઈ ડીંડોરએ પંચમહાલ જિલ્લામાં ચાલી રહેલા વિકાસના કામોની સાંપ્રત સ્થિતિનો તાગ મેળવી,છેવાડાના વ્યક્તિઓને સરકારી લાભો મળી રહે તથા પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી. સરકારની વિવિધ યોજનાઓના લાભોની પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવો,જિલ્લામાં ખુલ્લા બોર અને કુવાઓ ઢાંકવા,પ્રધાનમંત્રી આવાસ યોજના,જાતિના દાખલા, રસ્તાઓનું સમારકામ, ભારત માલા પ્રોજેક્ટ,પાવાગઢમાં પાણીની સમસ્યાનું નિરાકરણ, શાળાઓના ઓરડાઓ, નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓનો પ્રચાર પ્રસાર, શંકાસ્પદ ચાંદીપુર વાઇરસ બાબતે જાગૃતિ અભિયાન,વીજળી સહિતના મુદ્દાઓ અને તેના નિરાકરણ બાબતે સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી. બેઠકમાં જિલ્લા કલેકટરે કચેરી તપાસ-નિરીક્ષણ કરીને ક્ષતિ હોય તો સરકારીના ધ્યાને લાવવા તથા કચેરી કાર્યપદ્ધતિ મુજબ અધિકારીઓને કામ કરવાની સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં ગત તથા અગાઉની મીટીંગમાં અધ્યક્ષસ્થાનેથી ચર્ચાયેલ કામગીરીની પ્રગતિ,એકશન ટેકન રીપોર્ટ,જે તે કચેરીને સીધી મળેલ પડતર અરજીઓના નિકાલ, જે તે કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ તથા તેના લક્ષ્યાંકો- સિધ્ધિઓ, લોકાભિમુખ વહીવટ, નાગરિક અધિકાર પત્રની અરજીઓ, આ ઉપરાંત જિલ્લાના તાકિદના પ્રશ્નો બાબતે ચર્ચા કરાઈ હતી.બેઠકમાં ધારાસભ્યો દ્વારા રજૂઆત કરાયેલા પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેકટરે સૂચનાઓ આપી હતી.

પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *