મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ગોધર ગામ ખાતે કિસાન ગોષ્ઠીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમા જીલ્લાના વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેક્ટના વિવિધ માધ્યમો દ્વારા ગુજરાત રાજ્યના ખૂણે ખૂણાઓમાં પ્રાકૃતિક ખેતીની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ છે કે રાજ્યમાં ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે અને તેમનો ખેતી ખર્ચ બચાવે તેમજ જમીનની ફળદ્રુપતા તેમજ સમગ્ર જીવસૃષ્ટિની આરોગ્ય જળવાઈ રહે, પર્યાવરણમાં પણ સંતુલન બની રહે તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા આ પ્રયત્નો આત્મા પ્રોજેક્ટ થકી ગુજરાત રાજ્યમાં કરવામાં આવે છે.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-20-at-7.29.17-PM-1024x768.jpeg)
આજરોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં કિસાન ગોષ્ઠીનો કાર્યક્રમ ગોધર ગામ મુકામે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર અંગે કરવામાં આવ્યો. આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરે પ્રાકૃતિક ખેતીની આપણે કેમ જરૂર પડી અને તેનાથી કયા ફાયદા થાય તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું, વધુમાં આ ખરીફ ઋતુમાં વધુમાં વધુ હલકા ધન્ય જેવા કે બંટી , બાવટો, કાંગ અને કોદો મીલીટ જેવા પાકોનું વાવેતર વધે તે માટે પણ જણાવ્યું હતું . આત્મા પ્રોજેક્ટના સંતરામપુર તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજરએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીમાં બીજા અમૃત ઘનજીવામૃત જીવા મૃત ,આચ્છાદન અને વપ્સા ,કેવી રીતના મહત્વનો ભાગ ભજવે છે તે બાબતે ખૂબ ઊંડાણપૂર્વક ખેડૂતો સાથે ચર્ચા કરી હતી તેમજ તેમણે પ્રાકૃતિક ખેતીમાં માત્ર આ જ આયામો થકી આપણે સૌથી વધુ ઉપજ લઈ શકીએ છીએ અને રોગમુક્ત સમાજનો ઉદય પણ તેના દ્વારા જ થશે એમ જણાવ્યું હતું. મહિલા પ્રગતિશીલ ખેડૂત દરિયા બહેને પણ મહિલા ખેડૂતો સૌથી વધારે પ્રાકૃતિક ખેતી કરે અને એક સ્વસ્થ સમાજનો નિર્માણ કરે તે બાબતે જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના આત્મા આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર દિનેશ ભાઈએ કાર્યક્રમમાં સંચાલન કર્યું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો હતો અને લાઈવ ડેમો સ્ટેશન જીવામૃતનું નિહાળ્યું હતું.
મહીસાગરથી ભીખાભાઇ ખાંટનો રીપોર્ટ