વાપી અને સમગ્ર ગુજરાતની 120 જેટલી પેપરમિલ પૈકી 25થી વધુ પેપરમિલ બંધ થઈ જતા હાલ પેપરમીલ ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ છે. આ સિચ્યુએશન અંગે વાપી પેપરમિલ એસોસિએશનના સભ્યોનું કહેવું છે કે, છેલ્લા ત્રણ વર્ષથી છે આ સ્થિતિ છે. જેનું મુખ્ય કારણ ચાઈના સાથેની પ્રતિ સ્પર્ધા છે. પેપરમીલ ઇન્ડસ્ટ્રીઝમાં સપ્લાય અને ડિમાન્ડનો જે રેશિયો છે તે ખોરવાઈ ગયો છે. જેની પાછળ મુખ્ય 2 કારણો જવાબદાર છે. એક જ્યારે ચીન, એમેરિકા જેવા દેશોમાં પેપરમિલ ઇન્ડસ્ટ્રીઝ મોટેપાયે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરતી હતી ત્યારે, ગુજરાતમાં અનેક નવી પેપરમિલો શરૂ થઈ, તેમાંથી કેટલીક પેપરમિલોના સંચાલકોએ એક્સપાંશન કર્યું હતું. ચીને પોતાને ત્યાં પેપરમિલોના સંચાલકોને અનુકૂળ વાતાવરણ આપી અમેરિકા જેવા દેશોમાં એક્સપોર્ટ વધારતાં, ભારતમાં થતું ઈમ્પોર્ટ મોંધુ થયું જેના કારણે ભારતમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટના દર અનેકગણા વધ્યા જેની સામે નીચા ભાવે ચીનનો સપ્લાય વધતો ગયો. ચાઇના સાથેની આ સ્પર્ધા વધી છે. એટલે અનેક પેપર મિલોમાં તૈયાર માલનો કોઈ અન્ય દેશમાં લેવલ નથી.ત્યારે વધુ ભાવના કારણે નવા માલનો ઓર્ડર મળતો નથી.
ભારતમાં પેપરમિલ ઇન્ડસ્ટ્રી માટે દેશમાં વધેલી મોંઘવારી પણ આ ઉદ્યોગને નડી રહી છે. પેપર મીલ માટે જરૂરી તમામ પ્રકારના રો-મટીરીયલ અને મશીનરી તેમજ અન્ય ખર્ચમાં અનેકગણો વધારો થયો છે. તેની અસર પેપરમીલ ઇન્ડસ્ટ્રીઝ પર પડી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ વધારો એટલો વધ્યો છે કે, વાપીમાં કાર્યરત 40 જેટલી પેપરમિલો પૈકીની આઠ જેટલી પેપરમિલ છેલ્લા 3 વર્ષમાં બંધ થઈ જતાં, અંદાજિત 5,000 જેટલા કામદારોની નોકરી હાથમાંથી જતાં તેઓ બેકાર બન્યા છે.આ સાથે આવનારા દિવસોમાં હજુ પણ પાંચ જેટલી પેપરમીલ ઇન્ડસ્ટ્રીઝ બંધ થવાના એંધાણ સેવાઇ રહ્યાં છે.ગુજરાતમાં વાપીની જેમ મોરબી, સુરત, અમદાવાદમાં પણ આવી જ સ્થિતિ ઉભી થઇ છે. મોરબીમાં પણ 15 જેટલી પેપરમિલ હાલ બંધ થઈ ચૂકી છે. પેપરમિલ ઇન્ડસ્ટ્રી માટે મોંઘવારી, ચીન સાથેની સ્પર્ધા ઉપરાંત સીરીયાના યુદ્ધ બાદ મોટા ભાગનો જળમાર્ગ લંબાવાયો હોય શિપ ફ્રેઈટ રેટ એ સંચાલકોની કમર તોડી નાખી છે. મોંઘા ભાવે અને વધુ સમય બાદ આયાત નિકાસ થતા માલ ની અસર પણ પેપરમીલ ઉદ્યોગ પર પડી રહી છે. જેનો લાભ હાલ ચાઇના ઉઠાવી રહ્યું છે.
ભારતની પેપરમિલ ઇન્ડસ્ટ્રી માટે ગ્લોબલ માર્કેટમાં ટકવું અશક્ય બન્યું છે. આ અંગે સરકારે પેપરમીલ ઉદ્યોગને ટકાવવા નવી ઉદ્યોગ નીતિની જાહેરાત કરવી જરૂરી બન્યું છે. ઈમ્પોર્ટ-એક્સપોર્ટમાં સરકાર લાભ આપે તો જ પેપરમીલ ઇન્ડસ્ટ્રીઝ ટકી શકે છે. જો નહીં કરે તો બેરોજગારીની સંખ્યામાં હજુ પણ વઘારો થવાની શક્યાતો રહેલી છે.વાપીમાં પેપરમિલ ઇન્ડસ્ટ્રી સાથે કેમિકલ, એન્જિનિયરિંગ, પ્લાસ્ટિક જેવી અનેક કંપનીઓ છે. અને આ સ્થિતિનો સામનો તે તમામ સેક્ટર પણ કરી રહ્યા છે. જેનું મુખ્ય કારણ ચાઈના સાથેની સ્પર્ધા છે. આવનારા દિવસોમાં ચાઇના સાથેની આ સ્પર્ધા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. અને હજુ પણ ઘણી ખરી એવી કંપનીઓ છે. જેમણે આ માહોલમાં પોતાના એકપાન્શન પર બ્રેક લગાવી દીધું છે.વાપી જીઆઇડીસીમાં આવેલ પેપર મિલો હાલ મંદીનો સામનો કરી રહી છે. કેટલીક બંધ થવાના આરે છે. આ અંગે આગામી બજેટમાં સરકાર આ અંગે પેપર મિલો માટે નવી ઉદ્યોગ નીતિ જાહેર કરે તેવી માંગ હાલ પેપરમિલ સંચાલકો સેવી રહ્યા છે.વાપીમાં 8 જેટલી કંપની બંધ થવા સાથે અન્ય પાંચ જેટલી કંપનીઓ બંધ થવા જઇ રહી છે.અન્ય કેટલીક ઇન્ડસ્ટ્રીમાં હાલ લે-ઓફ હોય અસંખ્ય કામદારો બેરોજગાર બન્યા છે. જેઓ પોતાના પરિવારના ભરણપોષણ માટે હાલ નાની મોટી મજૂરીનું કામ કરી ગુજરાત ચલાવી રહ્યા છે. જેઓ પણ માને છે કે, હજુ પણ અનેક કામદારો બેરોજગાર બની શકે છે. માટે સરકારે રોજગારનીતિ જાહેર કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે,ચાઇના સાથેની હરીફાઈમાં ભારતમાં છેલ્લા 3 વર્ષથી પેપર ઉદ્યોગ સંકટમાં છે.વાપી સહિત ગુજરાતમાં પેપરની વિવિધ પ્રોડક્ટનું ઉત્પાદન કરનારી 120 પેપરમીલ હાલ મંદીનો સામનો કરી રહી છે.જે પૈકી 25થી વધુ પેપરમિલો બંધ થઈ ચૂકી છે.તો, કેટલીક હાલ લે-ઓફ પર છે.અને કેટલીક બંધ થવાને આરે જોવા મળતાં બેરોજગારીનું પ્રમાણ આગામી દિવસોમા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહિ.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ