અટવાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોએ બાળકોને પરત લાવવા માટે સરકારને કરી માંગ
ભારત દેશના પાડોશી દેશ બાગ્લાદેશમાં અનામતને લઈને તોફાનો ફાટી નીકળ્યા છે. ત્યારે આ તોફાન વચ્ચે પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના 20 જેટલા વિદ્યાર્થીઓ બાગ્લાદેશમાં ફસાઈ જતા ગોધરામાં રહેતા પરિવારમાં ચિંતાનુ મોજુ ફેરવાયું છે. પરિવારજનો દ્વારા આ મામલે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા હસ્તક્ષેપ કરીને પરત લાવામા આવે તેવી માંગ કરવામા આવી રહ્યા છે.ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં રમખાણો ફાટી નીકળતા ગોધરાના શહેરના 20 વિદ્યાર્થીઓ ફસાયાની ઘટનાથી ભારે ચિંતાનુ મોજુ પરિવારજનોમા ફેલાયું છે.
ગોધરા શહેરના ગોધરાના 20 જેટલા વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસ અર્થે બાંગ્લાદેશમા અભ્યાસ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ચાલી રહેલા આંદોલનને હિંસક સ્વરૂપ ધારણ કરતા તોફાનો ફાટી નીકળ્યા હતા. આ ફાટી નીકળેલી હિંસાબાદ કોલેજ બંધ થતા 20થી વધુ વિદ્યાર્થીઓ ભારત બાંગ્લાદેશની બોર્ડર પર ફસાઇ ગયા હોવાની માહિતી મળી છે.આ સાંભળી ગોધરા સ્થિત પરિવારજનોએ વિદ્યાર્થીઓને હેમખેમ કરી પરત લાવવા માટે સરકારને માંગ કરી છે. ગોધરાના વિધાર્થીઓ બાંગ્લાદેશમાં ફસાતા પરિવારજનો ચિંતિત બન્યા છે. એક વિદ્યાર્થીના પિતા અબ્દુલાભાઈ જણાવે છે કે મારો છોકરો ચિંતાગોમા ભણે છે.ત્યા નેટ બંધ કરી દેવામા આવ્યુ છે. થોડા સમય માટે મોબાઈલ પર મારે વાત થઈ હતી પણ અવાજ બરાબર આવતો નથી.સરકાર આ મામલે અમને મદદ કરે તેવી અમારી વિનંતી છે. મુસ્લિમ અગ્રણી આ રમજાની જુજેરા જણાવે છે કે ગોધરા શહેરના 20 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે. જેમ ભારત સરકાર દ્વારા રશિયા-યુક્રેન વખતે જે રીતે મદદ કરી હતી. તે રીતે અમારા વિદ્યાર્થીઓને ભારત સરકાર જલદીથી લાવવા માટે અમારી મદદ કરે તેવી અમારી ઈચ્છા છે.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ