ઉમરગામ જીઆઇડીસી વિસ્તારનાં કેટલાંક ઉધોગપતિઓ જીઆઇડીસી અને નોટીફાઇડ એરિયા કચેરીના અધિકારીઓનાં દબાવમાં હોવાને કારણે આ વિસ્તારની હાલત રેઢિયાળ અને નર્કાગાર બની છે. આ સ્થિતિને કારણે બહારગામના ઉધોગપતિઓ હવે પોતાના નવા ઔધોગિક એકમો ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં સ્થાપિત કરવા કરતાં ખાનગી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક અથવા એસ્ટેટમાં સ્થાપિત કરી રહ્યાં છે.
ઉમરગામ જીઆઇડીસી વિસ્તારના કેટલાક ઉધોગપતિઓએ પોતાના એકમો ગટરો પર સ્લેબ ચણી દઈને કબજો જમાવ્યો છે, તો કેટલાક ઉધોગપતિઓએ આ વિસ્તારમાં ભંગાર સામાન ખડકી અને ઉકરડો બનાવી નર્કાગાર બનાવી દીધો છે. સૂત્રોમાં એવી ચર્ચા છે કે ઉમરગામ જીઆઇડીસીને નર્કાગાર બનાવવાં પાછળ, જીઆઇડીસી અને નોટીફાઇડ એરિયા કચેરીના અધિકારીઓ તથા ખાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને એસ્ટેટ ડેવલપરનું એક સુનિયોજીત ષડયંત્ર છે. જીઆઇડીસી અને નોટીફાઇડ એરિયા કચેરીઓ આ સમસ્યાના નિરાકરણ માટે માત્ર દેખાડો જ કરી રહી છે.આ સમસ્યાને તાત્કાલિક ઉકેલવા માટે અધિકારીઓને જવાબદાર બનાવવામાં આવે અને ઉમરગામ જીઆઇડીસી વિસ્તારને ફરીથી સુવ્યવસ્થિત અને સુખમય બનાવવો જરૂરી છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ