તાજેતરમાં શ્રી વાડીસીનોર સ્ત્રી કેળવણી મંડળ MSW કોલેજ બાલાસિનોરમાં ગુરુપૂર્ણીમાં દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુરુઓને વિદ્યાર્થી પ્રત્યે અને વિદ્યાર્થીઓની લાગણી કઇ રીતે એકબીજા સાથે જોડાયેલી હોય છે.આ સિવાય અન્ય ગુરુઓ વિશે સમાજ કઇ રીતે તેની ઉજવણી કરે અને તેમાં ગુરુઓનું શું મહત્વ હોય છે તેની વિશેષ માહીતી ગુરુપૂર્ણીમાના દિન નિમિત્તે વિદ્યાર્થીઓને વિશેષ જ્ઞાન આપવામાં આવ્યું હતું.
શ્રી વાડાસીનોર સ્ત્રી કેળવણી મંડળ MSW કોલેજ બાલાસિનોરમાં 22 જૂલાઈના રોજ “ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી” કરવામાં આવી હતી. કાર્યક્રમની શરુઆત પ્રોફેસર તૃષાબેન બારોટ દ્વારા મા સરસ્વતિને યાદ કરતાં પ્રાર્થના કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ પ્રિ. ડૉ. દિનેશભાઇ માછીએ તેમને ગુરુ વિશેનો ખ્યાલ વિદ્યાર્થીઓને સમજાવતા કહ્યું હતું કે “ગુરુ બે પ્રકારના હોય છે. એક એવા ગુરુ જે તમને તમારી પાસે રહેલી વસ્તુઓને માંગતો હોય છે.જેમ કે પૈસા,મીઠાઈ,સામાન વગેરે વિદ્યાર્થી પાસેથી દક્ષિણાના ભાગરુપે લેતાં હોય છે. અને બીજા એવા ગુરુ હોય છે જેને આપણે સદ્દગુરુ કહીએ, તે તમારા દુર્ગુણોને દૂર કરી તમારા મનમાં જ્ઞાન પ્રકાશિત કરે છે.આ ઉપરાંત જેમના નામથી ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવે છે તેવા વેદવ્યાસજીની પણ વાત કરી હતી. આમ પ્રત્યેક વક્તા જે સ્થળેથી બોલે છે તે તમામ સ્થળ વ્યાસ (વ્યાસપીઠ)છે.આમ અલગ અલગ ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણીમાની મહિમાની સમજાવી હતી. સત્ર -૩માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પવન પંડ્યા તથા સોનલ વણકર દ્વારા ગુરુ પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરી અભિપ્રાય આપ્યો હતો. MSW વિભાગના પ્રૉ. હર્ષદભાઈ સોલંકીએ ગુરુપૂર્ણિમાનું અન્ય ધર્મમાં મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે, અષાઢી પૂર્ણિમાનું બૌદ્ધ ધર્મમાં જે સ્થાન છે તેની વિશેષ વાત વિદ્યાર્થીઓને અન્ય ધર્મથી ઉજાગર કર્યાં હતાં. આ કાર્યક્રમમાં MSW કોલેજનો અધ્યાપકગણ તથા વિદ્યાર્થીગણ ઉજવણીમાં જોડાયા હતા. આ કાર્યક્રમનું સંચાલન પ્રૉ. તુષાબેન બારોટે કર્યું અને પ્રૉ. હેમાલીબેન પટેલે આભારવિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહૂતી કરી હતી.
બાલાસિનોરથી અરવિંદ રાવળનો રીપોર્ટ