દમણ સોમનાથ મંદિર તરફના માર્ગે ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતાં ખાડામાં ખાબક્યો

દમણના સોમનાથ મંદિર તરફના માર્ગ પર પડેલા ખાડા ટેમ્પો ચાલક માટે મુશ્કેલીરૂપ સાબિત થયા. ટેમ્પો ચાલક સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો પલટી ગયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.જેમાં ટેમ્પો પલટી ખાઇ જતાં જોવા મળ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.

દમણના સોમનાથ મંદિર તરફ જતો માર્ગ તબક્કે પડેલા ખાડાને કારણે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ચાલક રોડના ખાડાઓના કારણે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટેમ્પો એકાએક પલટી ખાઇ ગયો હતો. જોકે સદનશીબે કોઇ દુર્ઘટના ન ઘટતાં ટેમ્પો ડ્રાઈવર સુરક્ષિત જોવા મળ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ, ટેમ્પો ચોખા અને કરિયાણાનો સામાન ભરીને જતો હતો. ત્યારે ટેમ્પો ચાલકની નજર ચૂક થતાં તેનો સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતાં તે એકાએક ખાડામાં પડતાં ટેમ્પાની પલ્ટી વાગી ગઇ હતી. આ જોઇને આસપાસના રાહદારીઓ તરત જ મદદરૂપ થવા દોડી આવ્યાં હતાં. જેથી ટેમ્પાને સીધો કરી ટ્રાફિકને મોકળું કર્યું હતું. ઘટનાનો વીડિયો પલટાયેલા ટેમ્પોના દ્રશ્યો અને લોકોની મદદના પ્રયાસો સાથે સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાયો છે. પ્રશાસને અપીલ છે કે, ત્વરિત રીતે આ માર્ગને મરામત કરી સોમનાથ મંદિર તરફ જનાર પ્રવાસીઓ અને વાહન ચાલકોની સુરક્ષાને અનુકૂળ બનાવવામાં આવે.

વાપીથી આલમ શેેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *