વાપી: રોટરી હોસ્પિટલના ક્વૉટર્સમાં રાત્રે 11 વાગ્યે છત અને દાદર તૂટી પડવાથી બે મોટરસાયકલ દબાઈ ગઈ. મળતી માહિતી મુજબ, વાપી રોટરી હરિયા હોસ્પિટલના ક્વૉટર્સમાં છેલ્લા 16 વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરતા છનાભાઈ સોલંકી પોતાના પરિવાર સાથે પ્લોટ નંબર A4-22+ A-TP રહે છે.આ મકાન જર્જરિત હોવાથી છનાભાઈ સોલંકીએ બે વર્ષ પહેલા હરિયા રોટરી હોસ્પિટલના મેનેજમેન્ટને જાણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. છેલ્લા બે મહિના પહેલા, છનાભાઈએ હરિયા રોટરી હોસ્પિટલના સીઇઓને જાણ કરતા, સીઇઓ સાહેબે સ્થળની મુલાકાત લીધી હતી. તેમ છતાં, આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.
બાજુમાં રહેતા ભરતભાઈ પટેલે પણ આ બિલ્ડિંગ બાબત રોટરી હોસ્પિટલ અને વાપી જીઆઇડીસી કચેરીને લેખિતમાં અને અરજીમાં જાણ કરી હતી, પણ કોઈ પગલાં ન લેવામાં આવ્યા. 23 જુલાઈના રોજ રાત્રે 11 વાગ્યે દાદર અને છત તૂટી પડતાં, છનાભાઈ સોલંકીના પરિવારનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાની થઈ નહોતી. પરંતુ છત અને દાદર તૂટી પડવાથી છનાભાઈની બે મોપેડ (GJ 15 BN 5030 અને GJ 15 DQ 1289) છત નીચે દબાઈ ગઈ હતી.આ ઘટના પછી વાપી જીઆઇડીસી કચેરીના કર્મચારીઓ સફળ જાગ્યા હતા અને ડેન્જર ઝોન તરીકેના બોર્ડર લગાવી દીધા હતા. જો કે, આ જર્જરિત મકાનને પગલે કોઈ સાવચેતીના પગલાં પહેલાં જ ન લેવામાં આવ્યા ન હતા. આ વિસ્તારના મકાન આજે પણ લોકો રહે છે અને નાની દુકાનો ચલાવી રહ્યા છે, છતાં જીઆઇડીસી કચેરીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.આ ઘટના બન્યા બાદ આ સ્થળની આજુબાજુમાં જાહેર નોટિસના બોર્ડ લગાવવામાં આવ્યા છે.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ