દમણની દિલીપ નગર ગલી નં.4માં ગાયને વીજ કરંટ લાગતાં મોત

સંઘપ્રદેશ દમણમાં ફર એક વાર એક ગાયને વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. દમણના નાની દમણ દિલીપ નગરના ગલી નં. 4માં આવેલ ત્રિશૂળ એપાર્ટમેન્ટની સામે આવેલા વીજ પોલ પાસે નાના બાળકો રમી રહ્યા હતાં,તે દરમ્યાન એક ગાય ત્યાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન વીજ પોલનો જોરદાર કરંટ લાગવા પામ્યો હતો. જેને લઇ ગાય વીજ કરંટના જોરદાર ઝટકાને લઈ જમીન પર પટકાઈ તરફડીયા મારવા લાગી હતી.આમ તરફડીયા મારતાં ગત્ત રાત્રીના 11 વાગ્યે જ તેનં મોત નિપજવા પામ્યું હતું.

બનાવની જાણ દમણ ગૌરક્ષા મંચના સદસ્યોને થતાં તેઓ બનાવ સ્થળે આવ્યા હતા. અને પોલીસની મદદથી ગાયને ત્યાંથી દફન વિધિ અર્થે ટેમ્પોમાં લઇ જવાઇ હતી. જો કે, દમનનો દિલીપ નગર જે પોશ રહેણાંક વિસ્તાર હોઈ અને જે જગ્યાએ ઘટના ઘટિત થઈ એ જગ્યાએ નાના નાના બાળકો રમત રમી રહ્યા હતા. ત્યારે ગાયની જગ્યાએ કોઈ નાનું બાળક અથવા તો અન્ય કોઈ વ્યક્તિનું કરંટ લાગવાના કારણે મોત નિપજ્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાવા પામી હોત. ત્યારે દમણમાં કરંટ લાગવાના કારણે અત્યાર સુધીમાં 4 જેટલી ગાયના મોત નીપજ્યા છે. ત્યારે દમણ ગૌરક્ષા મંચના સદસ્યોની એક જ માંગ કરી રહ્યા છે કે, દમણ ટોરેન્ટ પાવર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં અંડર ગ્રાઉન્ડ વીજ કનેક્શન તથા અન્ય વીજ પોલ અને ડી.પીના વીજ તારોનું લીકેજ રીપેરીંગ કાર્ય તાત્કાલિક પણે કરે એ હવે જરૂરી બન્યું છે. વારંવાર બનતી આવી દુઃખદ ઘટનાઓ અટકાવવા અને કોઈ ઠોસ પગલાં લેવા દમણ ગૌરક્ષા મંચના કાર્યકરોએ આજે ટોરેન્ટ પાવરની ઓફિસે પહોંચીને ટોરેન્ટનાં અધિકારીઓને રજૂઆત કરતા ઉપસ્થિત અધિકારીઓએ એક સ્પેશિયલ ટીમ બનાવીને દમણના દરેક વિસ્તારમાં જઈને ચેકીંગ હાથ ધરવાની અને જ્યાં જ્યાં વીજ વાયર બ્રેક થયા હોય અથવા ખુલ્લો કરંટ આવતો હોય એવી જગ્યાઓ પીન પોઇન્ટ કરીને વીજ કેબલોનું સમારકામ હાથ ધરવાની બાંહેધરી આપી હતી, ત્યારે આવનારા દિવસોમાં ટોરેન્ટ પાવર માનવ અને પશુઓને જાનહાનીથી બચાવવા કેવી કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *