વાપી: વાપી નજીક સેલવાસ અને વાપીની હદ પર દોડતી એક રિક્ષામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે પીપરીયા નજીકથી એક રીક્ષા સેલવાસથી વાપી તરફ આવી રહી હતી, ત્યારે પૂર ઝડપે દોડતી આ રીક્ષાના પાછળના ભાગે અચાનક ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી.
લોકોએ તુરંત રિક્ષા ચાલકને જાણ કરતા,ચાલકે રીક્ષાને રોડની સાઈડમાં થોભાવી અને નીચે ઉતરી ગયો હતો. જોત-જોતામાં જ આખી રીક્ષા આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ તેમના આગમન પહેલા જ રીક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી.સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પેસેન્જર સવાર નહોતા જેથી જાનહાની થતાં ટળી હતી.અને ચાલકનો આબાદ બચાવ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ