વલસાડના ઉમરગામ તાલુકાના ભીલાડ રાધે હોટલના પટંગણમાં જિલ્લા અને તાલુકા બક્ષીપંચ મોરચા ભાજપ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા વિશ્વ કારગીલ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત આ જ વિસ્તારના નિવૃત્ત પેરા મિલેટ્રી આર્મી જવાનોની ખાસ ઉપસ્થિતિ રહી.તે સાથે બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિલેશભાઈ ભંડારી, ઉપપ્રમુખ રાજેશભાઈ આહીર,પૂર્વ દંડક અને ભાજપ અગ્રણી દીપક મિસ્ત્રી સહિત ભાજપ અગ્રણી નરેશભાઈ વડવી,મહામંત્રી પ્રકાશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં.
કાર્યક્રમ અંતર્ગત નિવૃત્ત જવાનોને પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી તેમનો વિશેષ સન્માન કરવામાં આવ્યું.સાથે સાથે કારગિલ દિવસ નિમિત્તે જે પાકિસ્તાન સામે ભારત જવાનોને વિજય પ્રાપ્ત થઈ હતી.અને એ વિજય પ્રાપ્ત થતા 60ના યુદ્ધમાં 527 જેટલા જવાનો શહીદ થયા હતા. તેમને યાદ કરી બે મિનિટનું મૌન પાડી આગામી દિવસોમાં ઉમરગામ પંથકોમાં વધુથી વધુ જવાનો ભારત દેશની નેશનલ સિક્યુરિટી એજન્સીમાં સેવા બજાવે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ