પંચમહાલ જીલ્લાના શહેરા નગર ખાતે આવેલી સિંધી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ફાયર સેફટી વિશેની માહિતી આપવાનો કાર્યક્રમ આયોજીત કરવામા આવ્યો હતો. શહેરા પાલિકા અને મુક્તજીવન રેસ્કયુ એકેડમીના સંયુકત ઉપક્રમે આયોજીત કાર્યક્રમમા આપત્તિ સમયે કઈ રીતે બચી શકાય તેની માહિતી આપવામા આવી હતી.
પંચમહાલ જીલ્લાની શહેરાનગરમા આવેલી સિંધી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અને ફાયર સેફટીને લઈને તાલીમ આપતો કાર્યક્રમ યોજાયો હતો. આ શહેરા ખાતે કાર્યરત મુકતજીવન ડીઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનીગ એકેડમી ની ટીમ દ્વારા તાલીમ અને માહીતી આપવામા આવી હતી. શહેરાનગર પાલિકાની ટીમ પણ સહભાગી બની હતી. આ પ્રંસગે શાળા પરિવારનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.સાથે વિદ્યાર્થીઓને ડેમાસ્ટ્રેશન દર્શાવીને સંપુર્ણ માહીતી આપવામા આવી હતી.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ