પંચમહાલ જિલ્લાનાં શહેરા તાલુકાનાં પસનાલ ગામે પસનાલ પ્રાથમિક શાળામાં બાળકોને નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. વણઝારા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા દર વર્ષે આ રીતે નોટબુક કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામા આવે છે. પંચમહાલ,દાહોદ, અમદાવાદ અને વડોદરા સહિત જિલ્લાઓમાં વણઝારા ચચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે બાળકોને નોટબુક આપી બાળકોનાં જીવન ઘડતરમાં સહભાગી બને છે.જેમાં પંચમહાલ જિલ્લામાં પસનાલ, તાડવા,ખોજલવાસા,કવાલી, નાંદરવા, ઓરવાડા, ઉટાળા, ચંચેલાવ, બખ્ખર, બેઢીયા સહિતના ગામોમા આ વખતે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતુ.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/07/IMG-20240727-WA0074-1-768x1024.jpg)
શાળાનાં આચાર્ય સુશીલાબેન પટેલ તથા સ્ટાફગણ ટ્રસ્ટનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો. નવી યુવા પેઢીને માર્ગદર્શક બની ટ્રસ્ટનાં પ્રમુખ તથા સભ્યોનો ખૂબ ખૂબ અભિનંદન આપતાં વણઝારા યોગેશભાઈ મોહનભાઈ પસનાલે તેમને આવી વિવિધ પ્રવૃત્તિઓ કરી ટ્રસ્ટ ખૂબ જ પ્રગતિ કરી સમાજમાં નામનાં મેળવે તેવી શુભકામના પાઠવી છે.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ