મહીસાગર જિલ્લાના બાલાસિનોર સ્થિત શ્રી વાળાસિનોર શ્રી કેળવણી મંડળ એમ.એસ.ડબલ્યુ કોલેજમાં 27 જુલાઈના રોજ “અભિમુખતા કાર્યક્રમનું આયોજન “કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડી.પી માછીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે અભિમુખતાની સાથે સાથે નવી દિશા સૂચન આપનારો હતો.
કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટ્ય કરી, મુખ્ય મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. જેનું સંચાલન સોનલબેન વણકર દ્વારા કરવામાં આવ્યું હતું.કૉલેજ મંડળના સભ્ય કુંવરજી ભરવાડે વિદ્યાર્થીઓને આશિષ વચન આપી હાજરી આપી.જ્યારે સંસ્કૃત વિભાગ અધ્યક્ષ ડૉ .પ્રો. જાગૃતિબેન જોશીએ વિદ્યાર્થીઓને ભવિષ્યના માર્ગદર્શન માટે અને આશીર્વાદ આપવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે એમ એસ ડબલ્યુ કોલેજના સ્ટાફગણે અભિમુકતા કાર્યક્રમ અંતર્ગતની પોતપોતાના વિષય વિશેની માહિતી પુરી પાડતાં પ્રો.હર્ષદભાઈ સોલંકીએ સાંસ્કૃતિક વિભાગ તથા સમાજકાર્યના અભ્યાસ ક્ષેત્રો વિશે માહિતી આપી હતી, ત્યારે પ્રો. તૃષાબેન બારોટે સમાજકાર્ય વિષય વિષય ઉપરાંત વિઝીટ વિશેની વિસ્તૃત માહિતી આપી હતી, પ્રો.અમિતભાઈ દરજીએ તેમનાં વિષય અંગેની સાથે વિદ્યાર્થીઓને ફિલ્ડવર્ક કેવી રીતે કરવું? તેની માહિતી આપી,આ સાથે પ્રો. હેમાલીબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સમાજકાર્યનો અભ્યાસ કર્યા બાદ કયા ક્ષેત્રમાં નોકરી મળવાપાત્ર છે તેની કારકિર્દી વિશે માહિતગાર કર્યા હતા અને સત્ર 3માં અભ્યાસ કરતા સ્તુતિ કાપડિયા તથા પવન પંડ્યાએ પોતાના પ્રતિભાવ રજુ કર્યા હતા. આ સઘળા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, કૉલેજના પ્રોફેસર, પ્રિન્સિપાલ અને સ્ટાફ ઊપસ્થિત રહી કાર્યક્રમ શોભાવ્યો હતો.
બાલાસિનોરથી અરવિંદ રાવળનો રીપોર્ટ