પાલઘર જિલ્લાના બોઈસર રેલવે સ્ટેશન યાર્ડમાં આજે સવારે પશ્ચિમ રેલવેની એક માલગાડીના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટનાને કારણે પશ્ચિમ રેલવે પર કોઈ અસર પડી નથી અને તમામ ટ્રેન સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહી છે.
માલસામાન ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોવા છતાં, રેલવે અધિકારીઓએ ત્વરિત પગલાં લીધાં અને સ્થિતિને સંભાળી લીધી. રેલવે યાત્રીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
વાપીથી આલમ શેખનો રીપોર્ટ