મોરવા(હ) તાલુકાના નવાગામ ખાતેથી ડીગ્રી વગર ગેરકાયદેસર દવાખાનું ચલાવતા એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. પંચમહાલ જિલ્લાના શહેરી વિસ્તારમાં માન્ય ડિગ્રી વગર ગેરકાયદે રીતે દવાખાનું ખોલી બોગસ ડોક્ટર લોકોની સારવાર કરી રહ્યો હોવાની બાતમી ગોધરા એસ.ઓ.જી. શાખાના અધિકારીઓ અને મોરવા હડફ તાલુકાના વંદેલી પી.એસ.સી સેન્ટરના મેડિકલ ઓફિસરની ટીમને મળી હતી જે બાતમીના આધારે ડિગ્રી વગર ગેરકાયદે રીતે દવાખાનું ચલાવતા એક તબીબને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
![](https://www.thepov.in/wp-content/uploads/2024/07/IMG-20240728-WA0151-723x1024.jpg)
પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી પંથકના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડિગ્રી વગરના બોગસ તબીબ બિન્દાસપણે પ્રેક્ટીસ કરી રહ્યાં હતા. કોઇપણ જાતની ડિગ્રી કે તબીબી અનુભવ વગરના આવા લેભાગુ તત્વો અંતરિયાળ અને શેહરી વિસ્તારમાં દવાખાનું ખોલી લોકોની સારવાર પણ કરી રહ્યાં હોવાની અવારનવાર લોક રજૂઆતો પણ ઉઠી હતી. ત્યારે ગઇકાલે ગોધરા એસ.ઓ.જી. શાખા અને મોરવા હડફ તાલુકાના વંદેલી પી એસ સી સેન્ટરના મેડિકલ ઓફિસર રિતેશભાઈ ભુલાભાઈ પટેલને બાતમી મળી હતી કે મોરવા(હ) તાલુકાના નવાગામ,ટાંડી ફળીયામાં કોઇપણ જાતની માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર દવાખાનુ ચલાવતા અનુમપ અમિત બિસ્વાસ મુળ રહે.નોર્થ નાગલા બિલધર પારા તા.હાબડા જી.નોર્થ 24 પરગનાસ, પશ્ચિમ બંગાળ નાને એલોપેથીક દવાઓ તથા મેડીકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મળી કિ.રૂા.58,867/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ મોરવા(હ) પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પંચમહાલથી વિજયસિંહ સોલંકીનો રીપોર્ટ