દમણ બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિકનું સંચાલન કરતા ટ્રાફિક પોલીસ અને સહેલાણી સાથે ઘર્ષણ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં સહેલગાહ માણવા મોટી સંખ્યામાં સહેલાણીઓ મુલાકાત લેતા હોય છે. દમણ પોલીસ દ્વારા ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે દમણ બસ સ્ટેન્ડ સહિત મુખ્ય માર્ગો ઉપર ફરજ બજાવે છે. તે દરમ્યાન એક સહેલાણીએનું દમણની ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ઉશ્કેરાયેલા સહેલાણીઓ ટ્રાફિક પોલીસ જવાન સાથે ગરવર્તન આચર્યું હતું. તેમજ પોલીસ જવાનને માર મારતા દમણ પોલીસે 4 સહેલાણીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પદેશ દમણમાં વિક એન્ડ માં મોટી સંખ્યામાં સહેલાણીઓ દમણના વિવિધ વિસ્તારની સહેલગાહ માણવા આવતા હોય છે. દૂરદૂરથી આવતા સહેલાણીઓ તેમની મસ્તીમાં કાયદાનો ભંગ કરતા હોવાનું વારંવાર સામે આવતા દમણ પોલીસે દમણના મુખ્ય માર્ગો અને પ્રવાસન સ્થળોએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દમણના મુખ્ય માર્ગો ઉપર સહેલાણીઓને ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિકનું સંચાલન કરવા મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક પોલીસ ફરજ બજાવી રહી હતી. નાની દમણ બસ સ્ટેન્ડ પાસે સુરતના એક સહેલાણીએ તેમની કાર GJ-05-RP-9893 રોંગસાઇડ લઈ આવ્યો હતો. દમણ ટ્રાફિક પોલીસે સહેલાણીને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવા જણાવ્યું હતું. દારૂના નશામાં કાર ચાલક અને તેના મિત્રોએ દમણ ટ્રાફિક પોલોસ સાથે ગેરવર્તન કરી ટ્રાફિક પોલીસની ફરજમાં અડચડ ઉભી કરી હતો. ટ્રાફિક પોલીસ જવાનને માર મારવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ નાની દમણ પોલીસની ટીમને થતા નાની દમણ પોલીસે ટ્રાફિક પોલીસ જાવનની ફરિયાદના આધારે ટ્રાફિક પોલીસને માર મારનાર અને ટ્રાફિકના નિયમની ફરજ દરમ્યાન અડચણ ઉભી કરનાર કાર ચાલક સહિત 4 યુવકો વિરુદ્ધ કૃતિયાદ નોંધાવી હતી. દમણ પોલીસે કાર ચાલક સહિત 4ની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વાપીથી આલમ શેખનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 0 / 5. Vote count: 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *