આજરોજ રોજ સુત્રાપાડા ખાતે શ્રી મહાદેવ ખલાસી એસોસિએશનના સભ્યો માટે પ્રાથમિક સારવારની તાલિમ યોજાઇ હતી. જેમાં ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટીના સહકારથી ઇન્સ્પેક્ટર ભરતકુમાર મોર્યના માર્ગદર્શન હેઠળ એન.ડી.આર.એફની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના ચેરમેન કિરીટભાઇ ઉનડકટ અને ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખાના ચેરમેન અજયભાઇ બારડની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતુ.જેમાં કમિટીના સભ્યો ગીરીશ ઠક્કર, સમીર ચંદ્રાણી તથા એડમીન સભ્ય ધવલ સિંધલ અને સુત્રાપાડા બંદરના સરપંચ નરેશભાઇ બારીયા જોડાયા હતા.
શ્રી મહાદેવ ખલાસી એસોસિએશનના ૧૦૦ વધુ નવયુવકોએ સીપીઆર, અકસ્માત – ભાંગતુટ, સ્ટ્રેચર, લોહી અટકાવવું તથા ચોકઅપ નીકાળવુ વિગેરેનુ ડેમોન્સ્ટ્રેશન નિહાળી તથા પ્રેક્ટિસ પણ કરી હતી . સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર ઓથોરિટીના સહકારથી ઇન્સ્પેક્ટર ભરતકુમાર મોર્ય દ્રારા સુત્રાપાડામાં ઇન્ડિયન રેડક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખાની કાર્યાલયમાં મુલાકાત કરી, ચેરમેન અજયભાઇ બારડ પાસેથી શાખાની કામગીરીની માહિતી મેળવી હતી, અને તમામને સેવાકીય કામ કરવા બદલ અભિનંદન આપ્યા હતાં.
ગીર સોમનાથથી મહેશ ડોડીયાનો રીપોર્ટ