સંતરામપુર તાલુકાના બટકવાડા ગામે એક કાચું મકાન ભારે વરસાદના કારણે ધરાશય થવાની ઘટના સામે આવી છે.સંતરામપુર તાલુકાના બટકવાડા ગામના મેણા ફળિયા વિસ્તારમાં રહેતા મકાન માલિક વિરાભાઇ કાળુભાઇ પારગી જેઓ આ મકાન માં પોતાનું પરિવાર સાથે યાની કે પતિ પત્ની અને પોતાના ત્રણ બાળકો સાથે રહે છે.અને પોતે બિલકુલ ગરીબ વર્ગમાથી આ પરિવાર આવે છે.જેમાં આ ગરીબ પરિવાર વર્ગ પોતાના ઘરે મકાને સુઇ રહ્યાં હતા ત્યારે, તા. 30 જુલાઈ 2024ના રોજ સવારે ભારે વરસાદને કારણે કાચું મકાન પોતાનું તૂટી ફૂટી ધરાશય થયેલ જોવા મળ્યુ હતું.જોકે મકાનમાં કોઈ જાનહાની ન થતાં સદનસીબે પરીવારનો આબાદ બચાવ થયેલ હતો.
આ ધટનાની મકાન માલિક ગામમાં સ્થાનિક સરપંચ અને ગામના ગ્રામ પંચાયતના તલાટીને જાણ કરેલ હતી.આ ગરીબ પરીવારનુ કાચું મકાન વરસાદના લીધે તુટી પડતાં આ પરીવાર હાલ કફોડી હાલતમાં મુકાઈ જવા પામ્યો છે.ત્યારે અસરગ્રસ્ત પરીવારને જરુરી સહાય વહેલીતકે પુરી પાડી આવાસ મંજૂર કરી આપવામાં આવે તેના માટે જીલ્લા વહીવટી તંત્રને સ્થાનિક વહીવટીતંત્ર ત્વરીત કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
મહીસાગરથી ભીખાભાઈ ખાંટનો રીપોર્ટ