રાવળ યોગી સમાજે કેશરબેનના પરિવારને વહેલાથકી ન્યાય મળે તે માટે કલેક્ટરને રજૂઆત કરી
આરોપીઓને ઝડપમાં પકડી કાયદાકિય કાર્યવાહી જલ્દી કરવા કરી માંગ
આજરોજ શ્રી જોગમાયા ફાઉન્ડેશન ગુજરાત રાજ્ય તથા રાવળદેવ સેવા સમાજ ટ્રસ્ટ સંગઠન દ્વારા મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને તેમણે રજૂઆત કરી હતી કે અમારા સમાજના સ્વર્ગસ્થ કેશરબેન વશરામભાઈ રાવળ ગામ લુખાસણના વતની જેઓ શ્રીફળ તેમજ અગરબત્તીનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. જેઓને ગત્ત તા.20 જુલાઇને શનિવારના રોજ કોઇ અજાણ્યા ઇસમોએ ભોગ બનનાર મહિલાનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરી કેશરબેનને મંદિરની બાજુની ઝાડીમાં 500 મીટર દૂર લઇ જઇને તેમની હત્યાને આત્મહત્યાં કરી હોવાનો ગુન્હો ખપાવાની કોશિષ કરવામાં આવતાં અનેક જિલ્લામાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાની માંગ કરાઇ છે.
કેશરબેનની હત્યાની વાતને લઇને આજે 10 દિવસ વિતી ગયાં છતા પણ, હજુ સુધી કોઇ આરોપી ન પકડાતાં તંત્ર ગુનેગારોને હજુ સુધી કેમ પકડતાં નથી તે સવાલ રાવળ સમાજમાં સવાલ ઉભો થયો છે. જેથી શ્રી જોગમાયા ફાઉન્ડેશન ગુજરાત રાજ્ય તથા રાવળદેવ સેવા સમાજ ટ્રસ્ટ સંગઠન દ્વારા મહેસાણા કલેક્ટરને આવેદનપત્ર આપી ગુનેગારેને તાત્કાલિક ધોરણે પકડી તેમના ઉપર કડકમાં કડક સજા કરવામાં આવે અને કેશરબેનના પરિવારને યોગ્ય ન્યાય આપવામાં આવે તેના માટે કાયદાકીય પ્રોસેસ ઝડપી થાય તેની પણ રજૂઆત કરવામાં આવી હતી.
પાટણથી અરવિંદ રાવળનો રીપોર્ટ