જેતપુર પ્રાથમિક શિક્ષકોના હકો પર તરાપ મારતા deo રાણીપા

એક તરફ સરકાર કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા તૈયાર નથી ત્યારે બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારી રાણીપા જેતપુરના નગર શિક્ષકોને હાલમાં મળવાપાત્ર નવી cpf યોજનામાં સમાવેશ ન થાય એ માટે છેલ્લા છ મહિનાથી હવાતીયાં શરૂ કર્યા છે.આખરે શિક્ષકો જાયે તો જાયે કહા! એવો ઘાટ રચાયો છે.

રાજકોટ જિલ્લાના જેતપુર નગર શિક્ષણ સમિતી હસ્તકની શાળાના શિક્ષકોને નવી cpf યોજનામાં સામેલ કરવા દરખાસ્ત કરવાની હોય છે જે deo દ્વારા એ ગાંધીનગર મોકલવામાં આવતી હોય છે.શિક્ષકોએ ચાર વખત મોકલી છે પણ કેટલી વખત ગાંધીનગર પહોંચી છે એને ખ્યાલ નથી. છેલ્લા 6 મહિનાથી રાજકોટ deo જિલ્લા શિક્ષણાધિકારી આવ્યા ત્યારથી જેતપુરના 9 શિક્ષકોને cpf ખાતું ખોલવા માટે અરજી ગાંધીનગર મોકલતા નથી. પોતે એક યા બીજી રીતે એ જેતપુરના નવ શિક્ષકોનું કામ ટલ્લે ચઢાવવાનું કરતા આવે છે. અંતે તપાસ કરતા જાણવા મળ્યું કે deo રાણીપા પોતે એ તૈયાર અરજી ગાંધીનગર મોકલતા જ નથી. તો એનો મતલબ એવો કરવાનો કે deo રાણીપાને કોઈ વહીવટ કરવો છે ખરો? એ અન્વયે નગર સંઘ જેતપુર દ્વારા વધુ રજુઆત રૂબરૂ કરતા જણાવે છે કે અરજી મને મળી નથી જ્યારે અરજી એમની જ કચેરીના ક્લાર્ક દ્વારા તૈયાર કરીને એમના ટેબલ પર મૂકે છે.અને તેઓ જણાવે છે કે આજે મારો છેલ્લો દિવસ છે. વાસ્તવમાં છેલ્લા 3 દિવસથી કચેરીમાં આવે છે પણ “કહેવાતી અને સમજેલી” ફાઈલો પર સહી કરે છે, પોતે જણાવે છે કે એ જેતપુરના શિક્ષકોની અરજી પર હું ક્યારેય સહી નહિ કરૂ , એવો બેજવાબદાર જવાબ આપી આમ વર્તન કરીને જેતપુર સાથે કિન્નખોરી શા માટે? એવું પણ બની શકે કે તેમણે બદલી જોઈતી હોય! મોટેભાગે ફાઈલો માટે યોગ્ય વહીવટ ન થાય તો નિકાલ ન કરવાથી પંકાયેલા Deo રાણીપા પોતે બદલી માંગે છે તો આ અધિકારી આ રીતે જ જિલ્લામાં “વહીવટ” કરશે તો કેળવણીના ખ્યાલો મરી પરવારશે. ખુદ કેળવણીના અધિકારીઓ નીતિમત્તાનું ધોરણ નથી તો આવનાર પેઢીને અને સમાજને શુ અપેક્ષા રાખવી! આ અગાઉ પણ જેતપુરના શિક્ષકોના ઉપધોની રિવાઇઝ દરખાસ્ત પર deo રાણીપાએ સહી કરેલ ન હતી. જેમના ભોગ રિટાયર્ડ શિક્ષકો બન્યાં છે તેમણે હજુ સુધી પણ પેન્શન મળતું નથી.વધુમાં જેતપુર નગર સંઘ દ્વારા જણાવેલ કે deo રાણીપા મગનું નામ, મરી પાડતા નથી અને જેતપુરનું કામ પણ કરતા નથી. આ બાબત પરથી એટલું સ્પષ્ટ થાય છે કે deo રાણીપાના આ વર્તનથી કોઈ તો વહીવટ અથવા ફરિયાદ થાય તો બદલી થાય એવી બૂમ આવી રહી છે. આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો ટૂંકાગાળામાં રાણાપાના કરેલા મોટા વહીવટો ખુલી શકે તેમ છે.

રાજકોટથી પ્રવિણ દોંગાનો રીપોર્ટ

તમને આ પોસ્ટ/ન્યુઝ સ્ટોરી કેવી લાગી ?

સ્ટાર આપીને જણાવો..જેથી અમે અમારા કામમાં વધુ સુધારો કરી શકીએ

Average rating 3 / 5. Vote count: 6

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *