મહીસાગર તાલુકાના બાલાસિનોર શહેરમાં આવેલી વિદ્યા મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજરોજ નારી વંદના ઉત્સવ અંતર્ગત નારી સુરક્ષા સંદર્ભે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ, કાર્યક્રમો, મહિલા હેલ્પલાઇન નંબર જેવી અનેક માહિતીથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
કાર્યક્રમની શરુઆત મહેમાનોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી કરવામાં આવ્યું હતું.જેના અધ્યક્ષ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.ડી પી માછી હતાં. કાર્યક્રમનું સમગ્ર આયોજન ગુજરાતી વિભાગ ધ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ કેવ રીતે ઉજવવાનો છે તેની રુપરેખા ગુજરાતી વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેનો વિષય હતો “નારી સુરક્ષા;જેથી ઉપસ્થિત વક્તાઓ દ્વારા નારી સુરક્ષા અંગેની વિવિધ યોજનાઓ, કાર્યક્રમો, હેલ્પલાઇન નંબર વગેરે વિષયોને આવરી લઇને વિદ્યાર્થીનીઓને સલાહ સૂચનો આપી માહિતગાર કર્યાં હતાં.આ ઉત્સવમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ યોજનાઓની માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં વક્તા પ્રો. હર્ષદભાઈ સોલંકી દ્વારા મહિલાઓને કઈ રીતે સશક્ત બનાવી શકાય તેના અલગ અલગ ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા હતા. જેમાં આર્થિક ,સામાજિક, સાંસ્કૃતિક અને માનસિક રીતે સબળા થવું તથા ટેકનિકલ નોલેજ અને સાઇબર એટેકથી કેવી રીતે બચી શકાય તેના વિશે વગેરે માહિતી આપી હતી.આમાં સરકારી યોજનાઓ, કાર્યક્રમો વગેરે મહિલા ઉત્કર્ષ અને સર્વાંગી વિકાસ થકી સુરક્ષા પર ભાર મૂક્યો હતો.ત્યારે CWDC કન્વીનર પ્રાધ્યાપક જે.બી. જોષીએ જણાવ્યું હતું કે મહિલાઓની સ્થિતિ જે અર્વાચીન યુગથી લઈને અત્યાર સુધીની જોવા મળી રહી છે તેના વિશે વિવિધ માહિતીથી વિદ્યાર્થીઓને વાકેફ કરતાં સુરક્ષા ઉપર સલામતી પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ પ્રિ. ડૉ.ડી.પી માછી દ્વારા વિદ્યાર્થીઓને યોજનાઓને આત્મસાત કરવા જણાવ્યુ અને વિદ્યાર્થીઓએ પણ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો જેથી મંડળના સભ્ય કુવરજી ભરવાડ દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યાં હતાં.કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના પ્રો કે. કે વણકર દ્વારા કરવામાં આવ્યુ અને આભાર વિધિ ડો.પ્રા.એ.બી પટેલે કર્યું.આ કાર્યક્રમમાં કોલેજનો સ્ટાફ અને વિદ્યાર્થીગણ હાજર રહી આ ઉત્સવની શોભા વધારી હતી.
બાલાસિનોરથી અરવિંદ રાવળનો રીપોર્ટ