વલસાડ જિલ્લાના ઉમરગામ પંથકના વંકાસ ગામે, ઉમરગામ ભીલાડ કોસ્ટલ હાઇવે પર ગત રાત્રીના 10:30 કલાકે એક ટ્રકના ચાલકે રોડ પર રખડતી ગાયો સાથે ટક્કર મારી, ગંભીર અકસ્માત સર્જ્યો.આ ઘટનામાં 2 વાછરડા સહિત 7 ગાયોનું કરુણ મોત થયું છે.
આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ગૌ રક્ષકો ઘટના સ્થળે પહોચી આ દ્રશ્ય જોતાં જ ગૌ રક્ષકોમાં રુઆટા ઉભા થઇ જતાં તેઓમાં ખુબ જ આક્રોશ ફેલાયો હતો.ગત રાત્રિના આ અકસ્માત પછી સવાર સુધી માર્ગ પર મૃત ગાયો પડેલી રહી, જેના કારણે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.નજીકના તુંબ ગામના પૂર્વ સરપંચે માનવતા દાખવી, સંબંધિત વિભાગને જાણ કરી અને મૃત ગાયોનો નિકાલ કરવા પ્રયાસ હાથ ધર્યો.ઉમરગામ પંથકમાં માર્ગ પર રખડતી ગાયોની સમસ્યા ખૂબ જ વકરેલી છે. ગૌ રક્ષકો અને સ્થાનિક લોકોએ તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરીને ગાયોને ગૌશાળા મોકલવાની વ્યવસ્થા કરવા માટે આહવાન કર્યું છે.આ દુર્ઘટનાથી તંત્રને સીખ મેળવવી જોઇએ અને પશુપાલકો પર કડક પગલા લેવામાં આવે તે પણ આવશ્યક બની ગયું છે.
વાપીથી આલમ શેખોનો રીપોર્ટ